<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો આતંકવાદીઓનો કાળ બન્‍યાઃ અથડામણમાં ત્રણ આંતકવાદી ઠાર

આ સંયુક્ત કાર્યવાહી ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી

જમ્મુ-કાશ્મીર :  જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો આતંકવાદીઓનો કાળ બની ગયા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ દેવસર વિસ્તારમાં શુક્રવારે શરૂ થયેલી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની આ અથડામણ ચાલુ છે. ગઈકાલ સુધી, આ કાર્યવાહીમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, અને આજે રાતભર ચાલુ રહેલા ગોળીબારમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો હતો.
મળતી માહિતી મુજબ આતંકવાદીઓની હિલચાલ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આતંકવાદીઓની હિલચાલ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ચિનાર કોર્પ્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે શનિવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં રાતભર થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ સંયુક્ત કાર્યવાહી ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.

(11:19 AM IST)