તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 3rd August 2025
પનવેલમાં ચાલુ ડાન્સ-બારમાં મનસેના કાર્યકર્તાઓની તોડફોડ
મનસેએ આરોપ લગાવ્યો છે કે પનવેલ વિસ્તારમાં ઘણા ગેરકાયદે ડાન્સ-બાર ચાલી રહ્યા છે. આવા ડાન્સ-બાર એ સામાજિક દુષણ છે.

મુંબઇઃ નવી મુંબઈના પનવેલમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ એક ડાન્સ-બારમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ એક બયાન આપ્યું હતું અને જેમાં રાયગઢમાં ડાન્સ-બારની વધતી સંખ્યાને લઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાનીમાં આટલા બધા ડાન્સ-બાર હોવા એ બિલકુલ શોભનીય નથી. બસ, પછી તો શનિવારની મોડી રાત્રે કાર્યકર્તાઓએ લાકડીઓ ફટકારીને પનવેલમાં આવેલા નાઈટ રાઈડર નામના ડાન્સ-બારમાં તોડફોડ કરી હતી. મનસેએ આરોપ લગાવ્યો છે કે પનવેલ વિસ્તારમાં ઘણા ગેરકાયદે ડાન્સ-બાર ચાલી રહ્યા છે. આવા ડાન્સ-બાર એ સામાજિક દુષણ છે.
રિપોર્ટ પ્રમાણે શનિવારે રાત્રે લગભગ બાર વાગ્યાની આસપાસ મનસેના કાર્યકરોએ પનવેલમાં આવેલા `નાઇટ રાઇડર` નામના ડાન્સ-બારમાં છાપો માર્યો હતો. મુંબઈ-પુણે એક્સપ્રેસવેની નજીક સ્થિત આ ડાન્સ-બાર મોડી રાત સુધી ખુલ્લો જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા મનસેના કાર્યકર્તાઓએ લાકડીઓ અને સળિયાઓ લઈને બારમાં તોડફોડ કરી મૂકી હતી. યોગેશ છિલેના નેતૃત્વમાં ગઈકાલે રાત્રે ડાન્સ-બાર `નાઇટ રાઇડર્સ`માં તોડફોડ કરવામાં આવી હતી. શરૂઆતમાં કાર્યકર્તાઓએ ત્યાં પહોંચીને ડાન્સ-બાર વિરુદ્ધ નારાબાજી કરી હતી. ત્યારબાદ કાર્યકર્તાઓએ બારમાં અન્ડર ઘુસી જઈને ખુરશીઓ, ટેબલ અને અન્ય સામગ્રીઓને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
