<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

ભારતે અમેરિકા પાસેથી ક્રુડ ઓઇલની આયાત પ૧ ટકા વધારી

અમેરિકાની તિજોરીઓ ભારતથી જ ભરાઈ રહી છે, છતાં ટ્રમ્પ માનતા નથી !

નવી દિલ્‍હીઃ  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવ મુજબ ભારત રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવાનું વિચારી રહ્યું છે, જેનો ભારતે ઇનકાર કર્યો હતો. એક નવા રિપોર્ટ પ્રમાણે, ભારતે અમેરિકાથી ઊર્જા આયાતમાં ભારે વધારો કર્યો છે, જે છેલ્લા કેટલાક વર્ષો કરતાં 51 ટકા વધુ છે. આ વધારો બંને દેશો વચ્ચે વેપાર સંતુલન બનાવવાનો પ્રયાસ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના ભારત રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે. આ પગલાને અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા યોગ્ય પગલું ગણાવવામાં આવ્યું હતું. જોકે, ભારતે સ્પષ્ટતા કરી હતી કે રશિયામાંથી તેલની આયાત ચાલુ રહેશે.

આ દરમિયાન, ઉર્જા આયાત અંગે એક મોટી માહિતી પ્રકાશમાં આવી છે. જે જાણ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પને રાહત મળી શકે છે. હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનામાં, ભારતે અમેરિકાથી ઊર્જા આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. એવું માનવામાં આવે છે કે આ પગલું બંને દેશો વચ્ચે વેપાર સંતુલન બનાવવાનો પ્રયાસ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી અને જૂન વચ્ચે, અમેરિકાથી ક્રૂડ ઓઇલની આયાતમાં 51 ટકાનો વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરીમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી આ નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે ભારતે યુએસ ઉર્જા આયાત $15 બિલિયનથી વધારીને $25 બિલિયન કરવાની વાત કરી હતી.

(1:03 PM IST)