News of Sunday, 3rd August 2025
ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂ સાથે મળીને બનાવ્યો પ્લાનઃ ટ્રમ્પના મધ્યપૂર્વના દુતનો દાવો

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જોકે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા બંને દેશો વચ્ચેના યુદ્ધવિરામનો શ્રેય લેવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઇઝરાયલ અને હમાસના કિસ્સામાં, તેમણે હંમેશા ઇઝરાયલનો પક્ષ લીધો છે. ટ્રમ્પે વારંવાર ઇઝરાયલ સાથે મળીને ગાઝાના પુનર્વિકાસના દાવા પણ કર્યા છે.
પરંતુ હવે એવું લાગે છે કે હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો અંત નજીક છે. ડોનાલ્ડ ટ્રમ્પના દૂતો હાલમાં પણ આ જ દાવો કરી રહ્યા છે. ટ્રમ્પના મધ્ય પૂર્વના દૂત સ્ટીવ વિટકોફે કહ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ ઇઝરાયલી સરકાર સાથે એક એવી યોજના પર કામ કરી રહ્યા છે જે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને હંમેશા માટે સમાપ્ત કરશે.
વિટકોફના દાવા પર વ્હાઇટ હાઉસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, વિટકોફે એક બેઠક દરમિયાન કહ્યું કે અમારી પાસે ખૂબ જ સારી યોજના છે જેમાં અમે ગાઝાના પુનર્નિર્માણ માટે ઇઝરાયલ સાથે કામ કરી રહ્યા છીએ. વિટકોફે એવો પણ દાવો કર્યો હતો કે હમાસ યુદ્ધનો અંત લાવવા માટે શસ્ત્રો મૂકવા માટે સંમત થયો છે.
2007 થી હમાસે ગાઝા પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. 50 થી વધુ ઇઝરાયલીઓ હજુ પણ હમાસની કસ્ટડીમાં છે અને એવું માનવામાં આવે છે કે તેમાંથી ફક્ત 20 જ જીવિત છે. ટ્રમ્પની ધમકી અને ઇઝરાયલી હુમલાઓ છતાં, હમાસે તેમને મુક્ત કર્યા નથી. આ બંધકોમાંથી એકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખાડો ખોદી રહ્યો છે અને કહી રહ્યો છે કે આ તેની કબર માટે છે.
વિટકોફના દાવાની પુષ્ટિ ઇઝરાયલી એક વરિષ્ઠ અધિકારી દ્વારા પણ કરવામાં આવી છે. દરમિયાન, કતાર, ઇજિપ્ત, ફ્રાન્સ અને સાઉદી અરેબિયાએ હમાસ પર શસ્ત્રો મૂકવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે. આમાં પેલેસ્ટાઇનને માન્યતા આપવા અને પશ્ચિમી સમર્થિત પેલેસ્ટિનિયન ઓથોરિટીને જવાબદારી સોંપવા જેવી ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
