News of Sunday, 3rd August 2025
ઓડિશાના બાલંગામાં સળગાવી દેવાયેલી 15 વર્ષની છોકરીનું કરૂણ મોત
બદમાશો દ્વારા છોકરીનું રસ્તાની વચ્ચેથી અપહરણ કરીને નદી કિનારે લઈ જઈને સળગાવી દેવામાં આવી હતીઃ તેણીની દિલ્હીના AIIMSમાં સારવાર ચાલી રહી હતી

નવી દિલ્હીઃ ઓડિશાના બાલંગામાં 19 જૂનના રોજ બદમાશો દ્વારા સળગાવી દેવાયેલી 15 વર્ષની છોકરીનું મોત થયું છે. છોકરીનું રસ્તાની વચ્ચેથી અપહરણ કરીને નદી કિનારે લઈ જઈને સળગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પીડિતાને વધુ સારી સારવાર માટે દિલ્હી AIMIS લાવવામાં આવી હતી. જ્યાં ઘણા દિવસોની સારવાર બાદ હવે તેનું મોત થયું છે.
19 જુલાઈની સવારે પુરી જિલ્લામાં ભાર્ગવી નદીના કિનારે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા છોકરીનું અપહરણ કરીને આગ લગાવી દેવામાં આવી હતી.
તેણીની માતાએ બલંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIRમાં જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે સગીર એક મિત્રને મળ્યા પછી ઘરે જઈ રહી હતી. ત્રણ માણસોએ તેનું અપહરણ કર્યું અને તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને આગ લગાવી દીધી.
તે 70 ટકાથી વધુ દાઝી ગઈ હતી. તેને પહેલા 19 જુલાઈના રોજ પીપિલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવી હતી. બાદમાં તે જ દિવસે તેને ભુવનેશ્વરના AIIMS લઈ જવામાં આવી હતી અને બીજા દિવસે એરલિફ્ટ કરીને દિલ્હીના AIIMS લઈ જવામાં આવી હતી, જ્યાં તેના ઓછામાં ઓછા બે 'સર્જરી' અને 'ત્વચા કલમ' કરવામાં આવી હતી. ઓડિશા પોલીસે શુક્રવારે દિલ્હી AIIMSના મેજિસ્ટ્રેટની હાજરીમાં પીડિતાનું નિવેદન નોંધ્યું હતું.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
