<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

પત્‍નીને પતિને નપુંસક કહેવાનો અધિકાર- બૉમ્બે હાઇ કૉર્ટ

વૈવાહિક મામલે એક મહિલા દ્વારા પતિ પર લગાડવામાં આવેલા નપુંસકતાના આરોપ તે સ્થિતિમાં માનહાનિ નહીં માનવામાં આવે,

મુંબઇઃ પત્ની જો પતિને નપુંસક કહે છે તો તે ગુનો નહીં માનવામાં આવે. બૉમ્બે હાઇ કૉર્ટે તાજેતરમાં જ આ ટિપ્પણી સાથે પતિ તરફથી દાખલ માનહાનિની અરજીને ફગાવી દેવામાં આવી છે. બૉમ્બે હાઇ કૉર્ટે કહ્યું કે વૈવાહિક મામલે એક મહિલા દ્વારા પતિ પર લગાડવામાં આવેલા નપુંસકતાના આરોપ તે સ્થિતિમાં માનહાનિ નહીં માનવામાં આવે, જ્યાં તે પોતાના હિતની રક્ષા માટે આવા આરોપ મૂકે છે.

વાસ્તવમાં, એક મહિલાએ તેના પતિ પાસેથી છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. અરજી અને તેની FIRમાં, તેણે એમ પણ કહ્યું હતું કે તેનો પતિ `નપુંસક` છે, એટલે કે તે શારીરિક સંબંધો બાંધવામાં અસમર્થ છે. મહિલાએ કહ્યું કે આના કારણે તેણી માનસિક રીતે ખૂબ પીડાય છે અને આ કારણ જણાવીને તેણે કોર્ટમાં છૂટાછેડાની માંગણી કરી.

આના પર, તેના પતિએ બદલો લીધો અને મહિલા, તેના ભાઈ અને પિતા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો. પતિએ કહ્યું કે આવા આરોપોથી સમાજમાં તેની પ્રતિષ્ઠા ખરાબ થઈ છે અને આ ખોટી રીતે કરવામાં આવ્યું છે. તેણે કોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી.

જસ્ટિસ એસએમ મોડકની બેન્ચે કહ્યું કે હિન્દુ લગ્ન કાયદા હેઠળ છૂટાછેડાની અરજીમાં નપુંસકતાનો આરોપ વાજબી છે. કોર્ટે કહ્યું કે જ્યારે પતિ-પત્નીના છૂટાછેડાનો મામલો કોર્ટમાં પહોંચે છે, ત્યારે પત્નીને તેના પક્ષમાં આવા આરોપો લગાવવાનો અધિકાર છે. તેણે કહ્યું કે નપુંસકતાના આરોપો છૂટાછેડાનો આધાર બની શકે છે. કોર્ટે કહ્યું કે છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન પત્ની દ્વારા આવા આરોપો લગાવવાને માનહાનિ ગણી શકાય નહીં. કોર્ટે પોતાની ટિપ્પણીમાં સ્પષ્ટતા કરી છે કે કોર્ટે કહ્યું છે કે પત્નીએ પતિને `નપુંસક` કહેવું એ બદનક્ષી નથી, પરંતુ છૂટાછેડા માટે પોતાનો કેસ રજૂ કરવાનો અધિકાર છે.

(3:06 PM IST)