News of Sunday, 3rd August 2025
જાણીતા તામિલ કૉમેડિયન અને એક્ટરમદન બોબનું અવસાન
તેઓ અભિનેતા તો હતા જ સાથે તેઓએ સંગીતના ક્ષેત્રમાં પણ સારું કામ કર્યું છે. કીબોર્ડ વાદક તરીકે તેઓએ પોતાની સંગીતયાત્રા આરંભી હતી

મુંબઇઃ જાણીતા તમિલ અભિનેતા મદન બોબનું નિધન (Madan Bob Death) થયું છે. ગઈકાલે ૨જી ઓગસ્ટે ચેન્નઈમાં તેઓએ ૭૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાને કેન્સર હતું. છેલ્લા કેટલાંક દિવસોથી તેમની તબિયત વધારે કથળી હતી. અને અડ્યારમાં આવેલા તેમના ઘરે જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
એસ. કૃષ્ણમૂર્તિ કે જેઓ મદન બોબ ના નામથી જ જાણીતા બન્યા હતા. પરિવારનું તે આઠમું સંતાન. તેમણે કમલ હસન, રજનીકાંત, અજિત, સૂર્યા અને વિજય જેવા લેજેન્ડ્રી અભિનેતાઓ સાથે પણ કામ કર્યું હતું. આ અગાઉ તેઓએ સન ટીવીના લોકપ્રિય કોમેડી શો `અસાથા પોવાથુ યારૂ`માં જજ તરીકે જોવા મળ્યા હતા. તેઓ એક કુશળ અભિનેતા અને સંગીતકાર હતા.
તેમની કારકિર્દી પર પ્રકાશ પાડવામાં આવે તો તેમના મુખ્ય અભિનયમાં તેનાલી ફિલ્મમાં ડાયમંડ બાબુ અને ફ્રેન્ડ્સમાં મેનેજર સુંદરેસનનો સમાવેશ થાય છે. આ બન્ને પાત્રોએ તેમને ઘણી લોકપ્રિયતા અપાવી હતી. તેઓએ પોતાના પાત્રો દ્વારા પ્રેક્ષકોને ખૂબ હસાવ્યા હતા.
તમિલ ફિલ્મો ઉપરાંત તેઓએ બે મલયાલમ ફિલ્મો અને એક હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. જેમાં વિવિધ ભાષાઓમાં તેમની બહુમુખી પ્રતિભા દર્શાવવામાં આવી હતી. કમલ હાસનની `સાથી લીલાવતી` અને `તેનાલી` જેવી ફિલ્મોમાં તેમનો અભિનય જાણીતો છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
