તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 3rd August 2025
'આપણે જ છાતી પીટીને કહીએ છીએ કે પાકિસ્તાન જવાબદાર છે... પણ કોઈ માનતું નથી', પહેલગામ હુમલા પર મણિશંકર ઐયરની પ્રતિક્રિયા
હુમલા પાછળ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા બાદ, ભારત સરકારે 33 દેશોમાં સર્વપક્ષીય સાંસદોના સાત પ્રતિનિધિમંડળો મોકલ્યા હતા છતાં પણ આંતરરાષ્ટ્રીય સમુદાયના કોઈ પણ દેશે આ દાવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો નથીઃ ઐયર

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પહેલગામ આતંકવાદી હુમલા પર મોટું નિવેદન આપ્યું છે. ઐયરે કહ્યું કે ભારત સરકાર આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયના કોઈ પણ દેશે આ દાવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો નથી.
હકીકતમાં, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘટના સમયે, પ્રવાસીઓ ખેતરમાં સમય વિતાવી રહ્યા હતા. હુમલા પાછળ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા બાદ, ભારત સરકારે 33 દેશોમાં સર્વપક્ષીય સાંસદોના સાત પ્રતિનિધિમંડળો મોકલ્યા હતા, જેથી આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનનો પર્દાફાશ થઈ શકે. આ પ્રતિનિધિમંડળોમાં કોંગ્રેસના નેતાઓ શશી થરૂર, મનીષ તિવારી અને આનંદ શર્માનો પણ સમાવેશ થાય છે.
હવે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરેનું નિવેદન સામે આવ્યું છે. ઐયરે કહ્યું, અમે જે 33 દેશોની મુલાકાત લીધી તેમાંથી કોઈએ પણ પહેલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું નથી. સંયુક્ત રાષ્ટ્ર કે અમેરિકા બંનેએ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી. અમે જ કહી રહ્યા છીએ કે આ પાછળ પાકિસ્તાનનો હાથ છે, પરંતુ કોઈ પણ અમને ગંભીરતાથી લઈ રહ્યું નથી.
તેમણે વધુમાં કહ્યું કે, અમે સાબિત કરવામાં નિષ્ફળ ગયા છીએ કે આ હુમલો કઈ પાકિસ્તાની એજન્સીએ કર્યો છે. અમારી પાસે કોઈ નક્કર પુરાવા નથી જે લોકોને ખાતરી કરાવી શકે કે આ પાછળ પાકિસ્તાનનો હાથ છે.
"કોઈએ કહ્યું નહીં, તે 33 દેશો... જ્યાં થરૂર અને તેમના લોકો ગયા. કોઈએ કહ્યું નહીં કે પાકિસ્તાન જવાબદાર છે. યુએનએ કહ્યું નહીં કે પાકિસ્તાન જવાબદાર છે. અમેરિકાએ કહ્યું નહીં કે પાકિસ્તાન જવાબદાર છે. આપણે જ છાતી પીટીને કહીએ છીએ કે અફસોસ... પાકિસ્તાન જવાબદાર છે. કોઈ માનવા તૈયાર નથી. આપણે એવા કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી જે લોકોને ખાતરી આપે... કે આપણે જાણીએ છીએ કે કઈ પાકિસ્તાની એજન્સીએ આ કૃત્ય કર્યું છે.''
પહલગામ આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો. આ હુમલો ત્યારે થયો જ્યારે કાશ્મીર ખીણમાં પ્રવાસન મોસમ ચરમસીમાએ હતી. આ ઘટના પછી, ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના જોડાણનો પર્દાફાશ કર્યો હતો. માત્ર ત્રણ દિવસ પહેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં માહિતી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરના દાચીગામના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદી હુમલાના ગુનેગારોને મારી નાખવામાં આવ્યા છે. 'ઓપરેશન મહાદેવ' હેઠળ, સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. એક આતંકવાદી... લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર. માર્યા ગયેલા આતંકવાદીઓના નામ સુલેમાન, અફઘાની અને જિબ્રાન છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
