<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

જો સત્‍ય બોલવું રાષ્‍ટ્ર વિરોધી હોય તો રાષ્‍ટ્રવાદી કોણ? સબીર ભાટીયા ભારતને એવા લોકોના ઉપદેશની જરૂર નથી જેઓ પેકઅપ કરીને ચાલ્‍યા ગયા હોયઃ હર્ષ ગોયેન્‍કા

અમેરિકામાં રહેતા અબજોપતિ મૂળ ભારતીયે ભારતની સ્થિતિની ટીકા કરતાં વિવાદઃ આરપીજી ગ્રૃપના ચેરમેને આપ્‍યો જવાબ

નવી દિલ્‍હીઃ યુએસમાં રહેતા હોટમેલના કો-ફાઉન્ડર સબીર ભાટિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારત સરકારની ટીકા કરતી પોસ્ટ કરતા વિવાદ શરૂ થયો છે. ભારતના જણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ સબીર ભાટિયાની પોસ્ટનો જવાબ આપી વખોડી કાઢી હતી, ત્યાર બાદ આ મુદ્દે સોશિયલ મીડિયા પર અલગ અલગ રિએકશન મળી રહ્યા છે.

સબીર ભાટિયાએ ભારતમાં મહિલાઓની સલામતી, અર્થતંત્ર, અભિવ્યક્તિની આઝાદી અંગે સવાલો ઉઠાવ્યા હતાં. તેમણે X પર લખ્યું, “જો તમને એવું કહો કે ભારત મહિલાઓ માટે અસુરક્ષિત છે – તો તમને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. જો તમે ખોટા આર્થિક આંકડાઓ પર સવાલ ઉઠાવો – તો તમને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. ચૂંટાયેલા નેતાઓના જૂઠાણા વિષે બોલો- તો તમને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. વિમાન ક્રેશ થવા અંગે કઈ બોલો- તો તમને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. તો જો સત્ય બોલવુંએ રાષ્ટ્રવિરોધી હોય… તો રાષ્ટ્રવાદી કોણ છે? જે તમને જૂઠું બોલે છે?”.

X પર સબીર ભાટિયાની આ પોસ્ટ RPG ગ્રુપના ચેરપર્સન હર્ષ ગોયેન્કાને પસંદ ના પડી, તેમણે સબીર ભાટિયાની ટીપ્પણીઓનો વિરોધ કર્યો. હર્ષ ગોયેન્કાએ સબીરને જવાબ આપતા લખ્યું, “કેલિફોર્નિયામાં રહીને વતનમાં વસતા એક અબજ ભારતીયોને ભાષણ આપી રહ્યા છો? અમે અહીં રહીએ છીએ. અમે મતદાન કરીએ છીએ, કામ કરીએ છીએ, ટેક્સ ચૂકવીએ છીએ. અમને આ દેશ સાથે પ્રેમ છે- અને જે ખામીઓ છે તેને અમે સુધારીશું. ભારતને એવા લોકોના ઉપદેશોની જરૂર નથી જેઓ પેકઅપ કરીને ચાલ્યા ગયા.”

(4:32 PM IST)