તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 3rd August 2025
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિવાદમાં ફસાયા :એક મહિલાના હોઠને મશીનગન ગણાવ્યા
તેમણે કહ્યું છે આ મહિલા સ્ટાર જેવી છે. તેનો ચહેરો તેનું મગજ અને તેના હોઠ....

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક મહિલા પર નિવેદન કરતા વિવાદ ઉગ્ર બન્યો છે. તેમણે એક મહિલાના હોઠને મશીનગન ગણાવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યાલયની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે આ મહિલા સ્ટાર જેવી છે. તેનો ચહેરો તેનું મગજ અને તેના હોઠ. તેના હોઠ એવા ચાલે છે જયારે મશીનગન ચાલી રહ્યું છે. તે વાસ્તવમાં સ્ટાર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુઝ ચેનલના એન્કર રોબર્ટ ફિનર્ટીને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન રોબર્ટે તેમને કેરોલાઈન અંગે સવાલ પૂછ્યો હતો.
તેમણે કેરોલિન લેવિટને અમેરિકાના રાષ્ટ્રપતિ માટે કામ કરનારી સૌથી શ્રેષ્ઠ સેક્રેટરી ગણાવી હતી. આ ઉપરાંત એક દિવસ પૂર્વે જ કેરોલિન લેવિટે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેક
દેશોમાં યુદ્ધ વિરામ કરાવ્યો છે. તેથી તેમને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
