<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

મની લોન્ડરિંગ કેસ મામલે EDની મોટી કાર્યવાહી: દિલ્હી અને અમદાવાદ સહિત 8 જગ્યાએ સર્ચ ઓપરેશન:માસ્ટર માઈન્ડ વીરેશ જોશીની ધરપકડ

આરોપીઓએ દુબઈમાં એક ટર્મિનલ થકી વિવિધ બ્રોકર્સના મ્યુલ ખાતા દ્વારા રનિંગ ટ્રેડર્સને પંચ કરી છેતરપિંડી આચરી: EDની તપાસમાં અન્ય વેપારીઓએ પર ગેરરીતિ આચર્યાનો ખુલાસો થયો

નવી દિલ્હી :મની લોન્ડરિંગ કેસ મામલે EDની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. EDએ દિલ્હી, અમદાવાદ સહિત 8 જગ્યાએ  સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એક્સિસ મ્યુચ્યુઅલ કૌભાંડ કેસમાં EDના દરોડા મામલે  એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના તત્કાલિન ચીફ ડીલરની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડના માસ્ટર માઈન્ડ વીરેશ જોશીની EDએ ધરપકડ કરી છે. આરોપીઓએ દુબઈમાં એક ટર્મિનલ થકી વિવિધ બ્રોકર્સના મ્યુલ ખાતા દ્વારા રનિંગ ટ્રેડર્સને પંચ કરી છેતરપિંડી આચરી છે. EDની તપાસમાં અન્ય વેપારીઓએ પર ગેરરીતિ આચર્યાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દિલ્હી, અમદાવાદ, ભાવનગર, ભુજ, ગુડગાંવ, કોલકાતા અને લુધિયાણામાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. 2018 થી 2021 ના સમયગાળા દરમિયાન એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ટ્રેડ કરાયેલી સ્ક્રિપ્ટ્સમાં ફ્રન્ટ-રનિંગ ટ્રેડ પ્રવૃત્તિઓમાં સામેલ થઈને ચોક્કસ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર નફો કમાવવાના સંદર્ભમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

એક્સિસ મ્યુચ્યુઅલ કૌભાંડ કેસમાં EDના દરોડા મામલે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના તત્કાલિન ચીફ ડીલરની ધરપકડ કરવામાં આવી છે. આ  કૌભાંડ પાછળના માસ્ટર માઇન્ડ તત્કાલિન  એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ડીલર  વીરેશ જોશીની EDદ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ દુબઈમાં એક ટર્મિનલ નો ઉપયોગ વિવિધ બ્રોકર્સ પાસેથી મેળવેલ મ્યૂલ  ટ્રેડિંગ એકાઉન્ટ દ્વારા ફ્રન્ટ રનિંગ ટ્રેડર્સને પંચ કરવા માટે કર્યો હતો. 

આરોપી વિરેશ જોશી ઉપરાંત અન્ય વેપારીઓએ એક્સિસ ફંડ ટ્રેડર્સ પરના એડવાન્સ ઈનપુટ નો દુરુપયોગ કર્યો હતો. વિવિધ વેપારીઓ દ્વારા જનરેટ કરાયેલ ગુનાની આવક 200 કરોડથી પણ વધુ હોવાની તપાસમાં સામે આવ્યું છે. છેતરપિંડીની રકમ આરોપી વ્યક્તિ અને સંસ્થાઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા લાભદાયી માલિકીની અનેક સેલ સસ્થાઓ અને બેન્ક એકાઉન્ટ દ્વારા જમા કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન ED એ શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બેંક બેલેન્સ ના રૂપમાં 17.4 કરોડના રૂપિયા ફીઝ કરવામાં આવી છે.

 

(6:31 PM IST)