<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

પ્રાઈમરી માર્કેટમાં ચાલુ સપ્તાહે ૧૨ આઈપીઓઃ કંપનીઓ રૂ.૯૨૦૦ કરોડ ઊભા કરશે

ચાર મેઈનબોર્ડ આઈપીઓ મારફતે કંપનીઓ રૂ.૮૯૧૯ કરોડ ઉભા કરશે

નવી દિલ્‍હી,તા.૦૪: સેકન્‍ડરી માર્કેટમાં કરેક્‍શન આગળ ધપી રહ્યું છે તેમ છતાં પ્રાઈમરી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા સપ્તાહમાં નવા ૧૨ આઈપીઓ આવી રહ્યા છે. આ ૧૨ કંપનીઓ આઈપીઓ મારફતે રૂ.૯૨૦૦ કરોડ ઊભા કરશે. અગાઉના સપ્તાહમાં ૧૪ આઈપીઓમારફતે કંપનીઓએ રૂ.૭૩૦૦ કરોડ ઊભા કરી લીધા છે. નવા સપ્તાહમાં ચાર મેઈનબોર્ડ આઈપીઓ છે, જેના મારફતે કંપનીઓ રૂ.૮૯૧૯ કરોડ ઊભા કરશે.

ઈપીસી પ્રોજેક્‍ટ્‍સ કંપની હાઈવે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનો રૂ.૧૩૦ કરોડનો આઈપીઓ ૫ ઓગસ્‍ટે ખૂલી રહ્યો છે. નોલેજ રિયલ્‍ટી ટ્રસ્‍ટનો રૂ.૪૮૦૦ કરોડનો આઈપીઓ પણ એ જ દિવસે ખૂલશે. આ બન્ને આઈપીઓ ૭મીએ બંધ થશે.

સજ્જન જિન્‍દાલના ગ્રુપની કંપનીજેએસડબ્‍લ્‍યુ સિમેન્‍ટનો રૂ.૩૬૦૦ કરોડનો આઈપીઓ ૭મીએ ખૂલશે. તેમાં રૂ.૧૬૦૦ કરોડનો ફ્રેશ ઈક્‍વિટી અને રૂ.૨૦૦૦ કરોડનો ઓફર ફોર સેલ ઈશ્‍યૂ છે.જાણીતા રોકાણકાર સુનિલ સિઘાનીયાના અબાકસ (કે અબેકસ)નું જેમાં રોકાણ છે તેવી ઓલ ટાઈમ પ્‍લાસ્‍ટિક્‍સ કંપનીનો આઈપીઓ ૭મીએ ખૂલી રહ્યો છે.

એસએમઈસેગમેન્‍ટમાં કુલ ૮ પૈકી છ કંપનીઓના ઈશ્‍યૂ ૪ ઓગસ્‍ટે ખૂલશે અને ૬ ઓગસ્‍ટે બંધ થશે. આ છ કંપનીઓમાંભદોરા ઈન્‍ડસ્‍ટ્રીઝ, પાર્થ ઈલેક્‍ટ્રિકલ્‍સ, જ્‍યોતિ ગ્‍લોબલ પ્‍લાસ્‍ટ, આરાધ્‍યા ડિસ્‍પોઝલ, બીએલટી લોજાિસ્‍ટિક્‍સ, અને એસેક્‍સ મરીનનો સમાવેશ છે. બાકીની બે કંપનીઓમાં સાવલિયા ફૂડ્‍ઝનો ઈશ્‍યૂ ૭મીએ ખૂલશે અને એએનબી મેટલ કાસ્‍ટનો ઈશ્‍યૂ ૮મીએ ખૂલશે.

દરમિયાન કેશ યોર ડ્રાઈવ માર્કેટિૅૅગ અને રેનોલ પોલિકેમના ઈશ્‍યૂ સોમવારે બંધ થઈ રહ્યા છે. ફલાયએસબીએસનો ઈશ્‍યૂ ૫મીએ બંધ થશે. આગામી સપ્તાહે કુલ ૧૪ કંપનીઓના શેરનું લિસ્‍ટિંગ થશે જેમાં પાંચ મેઈનબોર્ડ ઈશ્‍યૂ છે. (૪૦.૧૯)

(10:01 AM IST)