<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

૨૦૦ કરોડ રૂપિયાના ફ્રન્‍ટ રનિંગ કૌભાંડમાં એક્‍સિસ મ્‍યુચ્‍યુઅલ ફંડના ભૂતપૂર્વ ફંડ મેનેજર વિરેશ જોશીની ED દ્વારા ધરપકડ

તપાસ એજન્‍સીએ દેશભરમાં દરોડા પાડયા છે અને ૧૭.૪ કરોડ રૂપિયાની સંપત્તિ સ્‍થગિત કરી છે, આ કેસમાં વધુ ધરપકડ થઈ શકે છે, ફ્રન્‍ટ રનિંગને બજારમાં ગંભીર ગુનો માનવામાં આવે છે

મુંબઈ, તા.૪: એક્‍સેસ મ્‍યુચ્‍યુઅલ ફંડના ભૂતપૂર્વ મુખ્‍ય વેપારી અને સિનિયર ફંડ મેનેજર વિરેશ જોશીની ૨૦૦ કરોડ રૂપિયાના ફ્રન્‍ટ રનિંગ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. જોશીને ૩ ઓગસ્‍ટના રોજ કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા હતા અને પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ હેઠળ એક ખાસ કોર્ટે તેમને ૮ ઓગસ્‍ટ સુધી ED કસ્‍ટડીમાં મોકલી દીધા છે.

બજારમાં ફ્રન્‍ટ-રનિંગને ગંભીર ગુનો ગણવામાં આવે છે. આમાં વેપારીઓ અથવા બ્રોકર્સ સંસ્‍થા દ્વારા કરવામાં આવનારા મોટા સોદાઓ વિશે અગાઉથી ગુપ્ત માહિતી મેળવી લે છે. પછી તે માહિતીનો ઉપયોગ કરીને, તેઓ પોતાના માટે સોદા કરે છે. તેનો હેતુ તે સંસ્‍થાકીય સોદા પહેલા નફો કમાવવાનો છે, જેનાથી સંબંધિત ક્‍લાયન્‍ટને નુકસાન થાય છે અને બજારમાં અસમાનતા સર્જાય છે. સેબીના નિયમો મુજબ આ સ્‍પષ્ટપણે પ્રતિબંધિત અને સજાપાત્ર છે.

ઇડીના જણાવ્‍યા અનુસાર, જોશીએ એક્‍સિસ મ્‍યુચ્‍યુઅલ ફંડમાં ખરીદ-વેચાણ સોદાઓની પૂર્વ માહિતીનો ઉપયોગ વ્‍યક્‍તિગત લાભ માટે કર્યો હતો અને અન્‍ય વેપારીઓને પણ ફાયદો કરાવ્‍યો હતો. એજન્‍સીનો દાવો છે કે આનાથી રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હતી અને બજારની ન્‍યાયીતાને અસર થઈ હતી.

ઇડીએ ૧ ઓગસ્‍ટથી દેશના અનેક શહેરોમાં દરોડા પાડ્‍યા હતા, જેમાં દિલ્‍હી, મુંબઈ, ગુરુગ્રામ, લુધિયાણા, અમદાવાદ, ભાવનગર, ભૂજ અને કોલકાતાનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, એજન્‍સીને ફ્રન્‍ટ-રનિંગમાં ઉપયોગમાં લેવાતા બ્રોકર્સ, ખચ્‍ચર ખાતાઓ અને શેલ કંપનીઓનું એક જટિલ નેટવર્ક મળ્‍યું.

ED એ જણાવ્‍યું હતું કે આ કાર્યવાહીમાં, ૧૭.૪ કરોડ રૂપિયાની સ્‍થાવર અને જંગમ સંપત્તિઓ સ્‍થગિત કરવામાં આવી છે, જેમાં શેર, મ્‍યુચ્‍યુઅલ ફંડ યુનિટ્‍સ અને બેંક ખાતાઓમાં જમા રકમનો સમાવેશ થાય છે. આ મિલકતો આ કૌભાંડમાંથી થતી ગેરકાયદેસર આવકનો ભાગ હોવાનું માનવામાં આવે છે.

તપાસ એજન્‍સીનો દાવો છે કે જોશી અને તેના સહયોગીઓએ આ ફ્રન્‍ટ-રનિંગમાંથી ગેરકાયદેસર આવક શેલ કંપનીઓ, સંબંધીઓના બેંક ખાતાઓ અને વિદેશમાં મોકલી હતી. ખાસ કરીને, દુબઈ સ્‍થિત ટ્રેડિંગ ટર્મિનલ દ્વારા. બ્રોકર્સ પાસેથી ઘણા ખચ્‍ચર ખાતાઓ પણ એકત્ર કરવામાં આવ્‍યા હતા, જેનો ઉપયોગ એક્‍સિસ મ્‍યુચ્‍યુઅલ ફંડના સત્તાવાર સોદા પહેલા ખાનગી વ્‍યવહારો કરવા માટે કરવામાં આવતો હતો.

ED ના મતે, આ ગેરકાયદેસર આવક પ્રારંભિક અંદાજ કરતાં ઘણી વધુ હોઈ શકે છે, જે હાલમાં રૂ. ૨૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

ED ની વર્તમાન કાર્યવાહી ડિસેમ્‍બર ૨૦૨૪ માં મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલી જ્‍ત્‍ય્‍ પર આધારિત છે. આ ઉપરાંત, ૨૦૨૨ માં, આવકવેરા વિભાગે જોશી સંબંધિત સોદાઓની પણ તપાસ કરી હતી. ત્‍યારે ED ફોરેન એક્‍સચેન્‍જ મેનેજમેન્‍ટ એક્‍ટ  હેઠળ આ મામલાની તપાસ કરી રહ્યું હતું, પરંતુ હવે તેને મની લોન્‍ડરિંગ હેઠળ નોંધવામાં આવ્‍યું છે.

કૌભાંડ દરમિયાન, એક્‍સિસ મ્‍યુચ્‍યુઅલ ફંડ દેશના અગ્રણી ફંડ હાઉસમાંનું એક હતું અને તેનું AUM (એસેટ અંડર મેનેજમેન્‍ટ) રૂ.૨ લાખ કરોડથી વધુ હતું. મે ૨૦૨૨ માં જોશીને દૂર કરવામાં આવ્‍યા હતા જ્‍યારે ફંડ હાઉસે પોતે તેની ટ્રેડિંગ પ્રવળત્તિઓની આંતરિક સમીક્ષા શરૂ કરી હતી.

ED ને એવા પુરાવા મળ્‍યા છે જે સૂચવે છે કે આ આંતરિક માહિતીથી ઘણા અન્‍ય વેપારીઓ અને દલાલોને પણ ફાયદો થયો હતો. આ સૂચવે છે કે આ કૌભાંડ એક સંગઠિત સાંઠગાંઠ છે.

એજન્‍સીએ સ્‍પષ્ટતા કરી છે કે આ ફક્‍ત પ્રારંભિક કાર્યવાહી છે અને વધુ ધરપકડો થઈ શકે છે. ED હવે તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં કેટલા લોકો, સંસ્‍થાઓ અને ટ્રેડિંગ પ્‍લેટફોર્મ સામેલ હતા અને શું કોઈ નિયમનકારને તેમની મિલીભગતથી ગેરમાર્ગે દોરવામાં આવ્‍યો હતો. (

(10:46 AM IST)