News of Monday, 4th August 2025
એક સાચો ભારતીય આવું કદી ન બોલે
રાહુલ ગાંધીને સુપ્રિમ કોર્ટનો આકરો ઠપકો વિપક્ષી નેતા છો : સંસદમાં બોલો : સોશ્યલ મીડિયામાં કેમ ? : ચીન મામલે સુપ્રિમ કોર્ટ વિપક્ષી નેતા સામે આકરા પાણીએ : તમને કેવી રીતે ખબર પડી કે ચીને ૨૦૦૦ ચો.કિમી જમીન કબ્જે કરી છે ? તમારી પાસે કઇ વિશ્વસ્તીય માહિતિ છે ? પુછયા આકરા સવાલ

નવી દિલ્હી, તા.૪: ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કથિત ટિપ્પણીના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં તેમની સામે થયેલા માનહાનિના કેસને પડકારતી અરજી દાખલ કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા કહ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે ચીને ભારતની ૨૦૦૦ કિલોમીટર જમીન પચાવી લીધી છે? જો તમે સાચા ભારતીય હોત, તો તમે આ વાત ન કહી હોત. સેના પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે કડક સલાહ આપી છે. બેન્ચે કહ્યું કે તમારે જે કહેવું હતું તે તમે સંસદમાં કેમ ન કહી શકયા? તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આવી વાતો કેમ ન કહી? ચીને ભારતની ૨૦૦૦ ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે તેની માહિતી તમને કેવી રીતે મળી. ભારતીય સેના પરની ટિપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં સુ-ીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. જોકે, તેમને ઠપકો આપતાં ન્યાયાધીશે કહ્યું કે એક સાચો ભારતીય આવી વાત નહીં કહે. સેના પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે કડક સલાહ આપી છે. બેન્ચે કહ્યું કે તમારે જે કહેવું હતું તે તમે સંસદમાં કેમ ન કહી શકયા? તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આવી વાતો કેમ ન કહી? ચીને ભારતની ૨૦૦૦ ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે તેની માહિતી તમને કેવી રીતે મળી. ભારતીય સેના પરની ટિપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. જોકે, તેમને ઠપકો આપતાં ન્યાયાધીશે કહ્યું કે એક સાચો ભારતીય આવી વાત નહીં કહે.
સેના પર ટિપ્પણી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે તેમની સામેના માનહાનિના કેસ પર સ્ટે આપ્યો છે, પરંતુ તેમને નિવેદન માટે પણ સલાહ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીની સેના સરહદ પર ભારતીય સૈનિકોને મારી રહી છે. તેમના નિવેદનને ભારતીય સેનાનું અપમાનજનક કહેવામાં આવી રહ્યું હતું. તેમના નિવેદન અંગે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેના પર કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતા સ્ટે આપ્યો છે. પરંતુ તેમને કડક સલાહ આપતાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સાચા ભારતીય છો, તો તમે આવી વાત ન કહી શકો.
બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું, તમારે જે કંઈ કહેવું હતું, તે તમે સંસદમાં કેમ ન કહી શકયા? તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આવી વાતો કેમ ન કહી? બેન્ચે રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછયું, શ્રી સિંઘવી, કળપા કરીને અમને કહો કે તમને એવી માહિતી કેવી રીતે મળી કે ચીને ૨૦૦૦ ચોરસ કિલોમીટર ભારતીય જમીન પર કબજો કર્યો છે? શું તમે ત્યાં હતા? શું તમારી પાસે કોઈ પુરાવા છે? શું નક્કર માહિતીનો કોઈ આધાર છે? જો આવા કોઈ પુરાવા નથી, તો પછી તમે આવા નિવેદનો કેમ કરો છો? જો તમે સાચા ભારતીય છો, તો તમે આ કહી શકતા નથી. જ્યારે સરહદ પર અશાંતિ હોય છે, ત્યારે બંને બાજુ નુકસાન થાય છે તે આશ્ચર્યજનક નથી.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે કેસ પર સ્ટે મૂકીને રાહુલ ગાંધીને મોટી રાહત આપી. તે જ સમયે, બેન્ચે પોતાની મૌખિક ટિપ્પણીમાં રાહુલ ગાંધીને સલાહ પણ આપી. તે જ સમયે, અભિષેક મનુ સિંઘવીએ કોર્ટના વલણ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જો વિપક્ષના નેતા કોઈ ટિપ્પણી કરી શકતા નથી અને કોઈ મુદ્દો ઉઠાવી શકતા નથી, તો આ ચિંતાજનક સ્થિતિ છે. તેમણે કહ્યું, ‘જો વિપક્ષના નેતા પ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચારના આધારે બોલી શકતા નથી, તો તેમણે શું કરવું જોઈએ? આવી સ્થિતિમાં, વિપક્ષના નેતા તરીકે તેમનો શું ફાયદો થશે?'
માનહાનિના કેસનો વિરોધ કરતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આવી ફરિયાદો દાખલ કરીને હેરાનગતિ કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી અને કેસ ચાલુ રાખવા કહ્યું હતું. હવે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે અને તે જ સમયે, તેમને કડક ચેતવણી પણ આપવામાં આવી છે.(૨૩.૩૧)
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
