News of Monday, 4th August 2025
રાજસ્થાનમાં નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી :3 મજૂરોના ઘટના સ્થળે મોત : 4 ગંભીર રીતે ઘાયલ
સિરોહી જિલ્લાના પિંડવાડા સબડિવિઝનના ભરજા ગામમાં ઘટના : કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર નીકાળવા તજવીજ

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડા સબડિવિઝનના ભરજા ગામમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. બાંધકામ હેઠળના મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં 3 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ઘટના સ્થળે પહોચ્યા હતા અને કાટમાળ નીચે દટાયેલા લોકોની બહાર નીકાળવાની તજવીજ હાથ ધરી હતી
કાટમાળ નીચે લગભગ સાત મજૂરો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ રોહિડા પોલીસ સ્ટેશન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ માયા પંડિતે જણાવ્યું હતું કે, ભુજેલામાં એક ખાનગી મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે દિવાલ ધરાશાયી થવાને કારણે આ અકસ્માત થયો હતો.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
