News of Monday, 4th August 2025
બેંકમાં નોકરીની સુવર્ણ તક: SBI, IBPS સહિતની પરીક્ષાઓનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર
જો તમે આ પરીક્ષાઓમાં બેસવા માંગતા હો, તો નોંધણીની તારીખો પર ખાસ ધ્યાન આપો અને વહેલી તકે તમારી તૈયારીઓ શરૂ કરી દો: બેંકિંગની નોકરીથી ભવિષ્ય સુરક્ષિત

જો તમે બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો 2025નું વર્ષ તમારા માટે ઘણી તકો લઈને આવ્યું છે. SBI, IBPS PO, Clerk, SO અને RRB જેવી મુખ્ય બેંકિંગ પરીક્ષાઓનું સંપૂર્ણ સમયપત્રક જાહેર થઈ ગયું છે. હવે તમારી તૈયારીઓને અંતિમ ઓપ આપવાનો સમય આવી ગયો છે.
આવનારી બેંકિંગ પરીક્ષાઓનું સંપૂર્ણ શેડ્યૂલ
નીચે આપેલી યાદીમાં તમે આવનારી પરીક્ષાઓની તારીખો અને નોંધણીનું સમયપત્રક જોઈ શકો છો:
• SBI PO 2025:
o ઓનલાઈન નોંધણી: 24 જૂન થી 14 જુલાઈ 2025
o પ્રારંભિક પરીક્ષા: 2, 4 અને 5 ઓગસ્ટ 2025
o મુખ્ય પરીક્ષા: સપ્ટેમ્બર 2025
• IBPS PO 2025:
o ઓનલાઈન નોંધણી: 1 જુલાઈ થી 28 જુલાઈ 2025
o પ્રારંભિક પરીક્ષા: 17, 23 અને 24 ઓગસ્ટ 2025
o મુખ્ય પરીક્ષા: 12 ઓક્ટોબર 2025
• IBPS SO 2025:
o ઓનલાઈન નોંધણી: 1 જુલાઈ થી 28 જુલાઈ 2025
o પ્રારંભિક પરીક્ષા: 30 ઓગસ્ટ 2025
o મુખ્ય પરીક્ષા: 9 નવેમ્બર 2025
IBPS ક્લાર્ક 2025:
o ઓનલાઈન નોંધણી: 1 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ 2025
o પ્રારંભિક પરીક્ષા: 4, 5 અને 11 ઓક્ટોબર 2025
o મુખ્ય પરીક્ષા: 29 નવેમ્બર 2025
• IBPS RRB 2025:
o ઓનલાઈન નોંધણી: સપ્ટેમ્બર 2025 (તારીખ ટૂંક સમયમાં જાહેર થશે)
o PO પ્રારંભિક પરીક્ષા: 22 અને 23 નવેમ્બર 2025
o PO મુખ્ય પરીક્ષા: 28 ડિસેમ્બર 2025
o સિંગલ પરીક્ષા (સ્કેલ II અને III): 28 ડિસેમ્બર 2025
o ઓફિસ આસિસ્ટન્ટ પ્રારંભિક પરીક્ષા: 6, 7, 13 અને 14 ડિસેમ્બર 2025
o ઓફિસ આસિસ્ટન્ટ મુખ્ય પરીક્ષા: 1 ફેબ્રુઆરી 2026
જો તમે આ પરીક્ષાઓમાં બેસવા માંગતા હો, તો નોંધણીની તારીખો પર ખાસ ધ્યાન આપો અને વહેલી તકે તમારી તૈયારીઓ શરૂ કરી દો. બેંકિંગની નોકરી માત્ર પ્રતિષ્ઠિત જ નથી, પરંતુ તમારું ભવિષ્ય પણ સુરક્ષિત કરે છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
