<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

૧૯૭૬માં ૧૫૦ રૂપિયાની ઘડિયાળ ચોરી અને ઉચાપત કરીઃ ૪૯ વર્ષ પછી કોર્ટે પટાવાળાને સજા ફટકારી

 

ઝાંસી તા.૫: યુપીના ઝાંસીમાં ૪૯ વર્ષ પહેલા એક વ્‍યક્‍તિએ ચોરી અને છેતરપિડી કરી હતી. લગભગ પાંચ દાયકા પછી હવે ૬૮ વર્ષીય કન્‍હૈયા લાલને કોર્ટે સજા ફટકારી છે. ન્‍યાયાધીશે આરોપીને ન્‍યાયિક કસ્‍ટડીમાં વિતાવેલા સમયગાળાની સજા ફટકારી છે. ઉપરાંત, ૨,૩૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે કારણ કે તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. આ કેસમાં અન્‍ય બે આરોપીઓ, લક્ષ્મી પ્રસાદ અને રઘુનાથ, ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ મૃત્‍યુ પામ્‍યા હતા.

કનૈયા લાલ એક સહકારી સોસાયટીમાં વર્ગ ૪ ના કર્મચારી તરીકે કામ કરતો હતો જ્‍યારે તેના પર ચોરી અને છેતરપિડીનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. તેના પર ઓફિસમાંથી ૧૫૦ રૂપિયાની કાંડા ઘડિયાળ અને ઘણી રસીદ પુસ્‍તકો ચોરી કરવાનો આરોપ હતો. તેમના પર સત્તાવાર રસીદો પર સહકારી મંડળીના સભ્‍યોની નકલી સહીઓ કરીને ભંડોળની ઉચાપત કરવાનો પણ આરોપ હતો. કન્‍હૈયા લાલની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને જામીન પર મુક્‍ત થયા પહેલા લગભગ ત્રણ મહિના સુધી કસ્‍ટડીમાં રહ્યા.

જ્‍યારે કન્‍હૈયા લાલ વારંવાર સમન્‍સ પાઠવવા છતાં કોર્ટમાં હાજર ન રહ્યા, ત્‍યારે ૨૦૨૨ માં તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (એનબીડબલ્‍યુ) જારી કરવામાં આવ્‍યું. તેઓ ફરી ત્રણ મહિના માટે જેલમાં હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમના વકીલે તેમને કહ્યું હતું કે કેસ પહેલાથી જ સમાપ્ત થઈ ગયો છે. આ જ કારણ છે કે ફગ્‍ષ્‍ પછી તેમની ધરપકડ ન થાય ત્‍યાં સુધી તેઓ કાર્યવાહીમાં હાજર રહ્યા ન હતા. ફરિયાદી અધિકારી અખિલેશ કુમાર મૌર્યએ જણાવ્‍યું હતું કે કન્‍હૈયા લાલ સામે મજબૂત દસ્‍તાવેજી પુરાવા છે. સહકારી મંડળીના એક સભ્‍યએ થાણા તહરૌલી ખાતે કન્‍હૈયા લાલ વિરુદ્ધ ત્‍ભ્‍ઘ્‍ કલમ ૪૫૭ (રાત્રે ઘરમાં ઘૂસણખોરી), ૩૮૦ (રહેણાંક મકાનમાં ચોરી), ૧૨૦-બી (ગુનાહિત કાવતરું), ૪૦૯ (જાહેર સેવક દ્વારા ગુનાહિત વિશ્વાસ ભંગ), ૪૬૭ (મૂલ્‍યવાન સુરક્ષાની બનાવટી) અને ૪૬૮ (છેતરપિડીના હેતુસર બનાવટી) હેઠળ કેસ નોંધાવ્‍યો હતો.

(11:40 AM IST)