<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ફુલસ્‍પીડે જઈ રહેલી એમ્‍બ્‍યુલન્‍સમાંથી મૃતદેહ રસ્‍તા વચ્‍ચે પડ્‍યો

યુપીમાંથી શરમજનક ઘટના જોવા મળી

 

 

ગોંડા તા.૬:  ઉત્તર પ્રદેશના ગોંડામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્‍યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ચાલતી એમ્‍બ્‍યુલન્‍સમાંથી મૃતદેહ પાડતા અમુક લોકો દેખાઈ રહ્યા છે. પાછળ પોલીસવાળા પણ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એમ્‍બ્‍યુલન્‍સ ખૂબ જ ઝડપથી દોડી રહી છે અને બે લોકો સ્‍ટ્રેચરને નમાવીને મૃતદેહ ફેંકતા દેખાઈ રહ્યા છે.

 હકીકતમાં જોઈએ તો, આ સમગ્ર મામલો ૨૪ વર્ષના એક યુવકના મોત બાદ ગુસ્‍સે થયેલા પરિવાર અને ગામના લોકો લખનઉ-ગોંડા માર્ગ પર પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમ્‍યાન ફુલ સ્‍પીડે આવી રહેલી એમ્‍બ્‍યુલન્‍સમાંથી કોઈએ સ્‍ટ્રેચર સહિત મૃતદેહ નીચે પાડી દીધો તેનો વીડિયો પણ સામે આવ્‍યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, એક ઓગસ્‍ટના રોજ પૈસાને લઈને થોડો વિવાદ થયો હતો. તેમાં મારપીટ થઈ હતી. મારપીટ બાદ યુવક ઘાયલ થઈ ગયો અને મંગળવારે સારવાર દરમ્‍યાન લખનઉમાં તેનું મોત થઈ ગયું. ત્‍યાર બાદ યુવકના મોતના સમાચાર જેવા ગામમાં પહોંચ્‍યા, ત્‍યાં આક્રોશ ફેલાઈ ગયો. ગામલોકો અને પરિવાર લખનઉ-ગોંડા માર્ગ પર એકઠા થઈ ગયા. ત્‍યાર બાદ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરવા લાગી. આ દરમ્‍યાન લખનઉ-ગોંડા માર્ગ પરથી એક એમ્‍બ્‍યુલન્‍સ લાશ લઈને આવી રહી હતી. આ એમ્‍બ્‍યુલન્‍સના ગેટ પર એક વ્‍યક્‍તિ લટકી રહ્યો હતો અને તેણે હૃદય લાલની લાશને સ્‍ટ્રેચર સહિત રોડ પર પાડી દીધી.

સીઓ સીટીએ જણાવ્‍યું કે, મારપીટની આ ઘટનાના આરોપમાં ચાર નામજોગ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે તપાસ થઈ રહી છે. દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.મૃતદેહ પાડવાના કેસમાં પ્રાથમિક તપાસ ચાલી રહી છે(૩૮.૧૨)

(9:45 AM IST)