News of Wednesday, 6th August 2025
ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો
પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિવેદન

લખનૌ તા.૬: ઉત્તર પ્રદેશમાં પણ અન્ય રાજ્યની જેમ અનેક સમસ્યાઓ છે. પરંતુ આ સમસ્યોઓના ઉકેલનું મેકેનિઝમ અલગ જ હોય છે. થોડા દિવસો પહેલા યુપીના ઉર્જા મંત્રી અરવિદ શર્માએ વીજળીની માંગણીઓના જવાબમાં લોકોને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ દરમિયાન યોગી સરકારના મંત્રી સંજય નિષાદે પૂર પીડિતોને કહ્યું કે, ગંગા મૈયા ગંગા પુત્રોના પગ ધોવા આવે છે, હવે તમે સીધા સ્વર્ગમાં જશો.
અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં પૂરના કારણે તબાહી મચી ગઈ છે. રાજ્યના ૧૭ જિલ્લાના ૪૦૨ ગામો પૂરની ઝપેટમાં છે. લોકોને ઘર છોડીને રાહત છાવણીઓમાં રહેવાની ફરજ પડી છે. કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. પૂરના કારણે હજારો લોકો બેઘર થયા છે. યોગી આદિત્યનાથે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તેમના મંત્રીમંડળના ૧૧ મંત્રીઓને પૂર પર નજર રાખવાની જવાબદારી સોંપી છે. આ બધા મંત્રીઓને રાહત છાવણીઓ, ડેમ અને પાણી ભરાયેલા ગામોની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીના આદેશથી ઉત્તર પ્રદેશ સરકારમાં મત્સ્યઉદ્યોગ વિભાગ સંભાળતા સંજય નિષાદ પૂરગ્રસ્ત કાનપુરના ભોગનીપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોકોની સમસ્યાઓ સમજવા અને તેમના દુઃખને શેર કરવાને બદલે પોતાનું દિવ્ય જ્ઞાન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગંગા મૈયા ગંગા પુત્રોના પગ ધોવા આવે છે. જેથી તમે સીધા સ્વર્ગમાં જશો. વિરોધીઓ તમને ભડકાવે છે. ગંગા મૈયાનું આવવું તે દરેક માટે સૌભાગ્ય છે. જોકે, મંત્રી સંજય નિષાદે પૂરગ્રસ્ત વિસ્તારમાં ગંગા મૈયાના ગુણગાન ગાવાનું શરુ કર્યું. પરંતુ તેમને ખબર પણ નહોતી કે ત્યાં પૂર ગંગાના નહીં પણ યમુના નદીના વધતાં જળસ્તરને કારણે આવ્યું છે.
આヘર્યજનક વાત એ છે કે મંત્રી સાથે આવેલા કોઈ પણ સરકારી કર્મચારીએ તેમને આ વિશે કહ્યું નહીં. જો કે તેનાથી કોઈ ફરક પડ્યો હોત તેવી શક્યતા ઓછી છે.(૩૮.૪)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
