<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

અમેરિકાએ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો : ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કર્યા

ભારતે હવે 50 ટકા ટેરિફ ચૂકવવો પડશે.: ટ્રમ્પનો આ એક્ઝિક્યુટિવ ઓર્ડર 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે વધુ એક મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો છે. આ માટે તેમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા છે. રશિયા પાસેથી તેલ અને શસ્ત્રો ખરીદવા પર નારાજગીને કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર વધારાનો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ સાથે, ભારતે હવે 50 ટકા ટેરિફ ચૂકવવો પડશે.

મળતી માહિતી મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત સતત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પનો આ એક્ઝિક્યુટિવ ઓર્ડર 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. આ સાથે, અમેરિકાએ હવે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા આદેશ મુજબ, 27 ઓગસ્ટ, 2025 પહેલા રવાના થયેલા અને 17 સપ્ટેમ્બર, 2025 પહેલા અમેરિકા પહોંચેલા માલને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવશે.

ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા આદેશ મુજબ, જે માલ 27 ઓગસ્ટ 2025 પહેલા રવાના થયો છે અને 17 સપ્ટેમ્બર 2025 પહેલા અમેરિકા પહોંચ્યો છે તેને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવશે. ટ્રમ્પના આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ ટેરિફ અન્ય તમામ ડ્યુટી અને કર ઉપરાંત હશે. જો કે, તે કેટલાક ખાસ કિસ્સાઓમાં મુક્તિ આપવાની વાત પણ કરે છે.

(8:03 PM IST)