News of Thursday, 7th August 2025
ઢગલા બંધ સમાચાર ઉડતી નજરે

ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા પાટલે, કહ્યું કે હજુ તો ભારત ઉપર સેકન્ડરી ટેરિફ લાદવાનું બાકી છે બાકી છે, હજી તો માત્ર આઠ જ કલાક થયા છે..!
*દિલ્હીમાં આજે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી રહી છે જેમાં ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે
* અમદાવાદના પ્લેન ક્રેશના ભોગ બનેલા વ્યક્તિઓના સગા સંબંધીઓ બોઈંગ કંપનીને અમેરિકાની કોર્ટમાં ઢસડી જશે, આ બાબતે કેસ લડવામાં માહેર ગણાતા અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝને રોકી લેવામાં આવ્યા છે
* ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
* ઉત્તર કાશીની ભારે પુર હોનારતમાં લાપતા બનેલા નવ સૈનિકોની તપાસમાં આજે રેસ્ક્યુ ટિમ ફરી જોડાયેલ છે
* નરેન્દ્ર ભાઈ આજે એમ એસ સ્વામિનારાયણ શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલન નું ઉદઘાટન કરી રહ્યા છે
* આફ્રિકાના ઘાનાનું હેલિકોપ્ટર તૂટી પડતા રક્ષા મંત્રી અને પર્યાવરણ મંત્રી સહિત આઠના મોત
* યુનોએ દાવો કર્યો છે કે રવાન્ડા સમર્થિત બળવાખરોએ કોંગોમાં ૩૦૦ થી વધુ લોકોને હત્યા કરી છે ચાર ગામોને નિશાન બનાવેલ
* યુએસએની યુનાઈટેડ એરલાઇન્સે ટેકનિકલ ખામીઓના કારણે સંખ્યાબંધ ફ્લાઈટો અટકાવી દેતા હજારો મુસાફરો રઝળી પડ્યા છે
* એર ઈન્ડિયાની તમામ અંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ૧ ઓક્ટોબરથી શરૂ થશે
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
