<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

અમેરિકાના જ્‍યોર્જિયામાં લશ્‍કરી થાણા પર હુમલોઃ ૫ સૈનિકોને ગોળી મારી

સુરક્ષા દળો દ્વારા હુમલાખોરની અટકાયત કરવામાં આવીઃ બેઝમાં ૧૦,૦૦૦ થી વધુ લોકો રહે છે

વોશિગ્‍ટન,તા.૦૭: અમેરિકાના જ્‍યોર્જિયામાં બુધવારે રાત્રે એક લશ્‍કરી થાણા પર ગોળીબાર થયો છે. એક સશષ હુમલાખોરે આડેધડ ગોળીબાર કરતા ૫ સૈનિકોને ગોળી મારી દીધી હતી. ગોળીબાર એટલાન્‍ટાથી ૩૮૬ કિમી દૂર સ્‍થિત ફોર્ટ સ્‍ટુઅર્ટ લશ્‍કરી થાણા પર થયો હતો. આ ઘટના બાદ, સુરક્ષા દળો દ્વારા હુમલાખોરની અટકાયત કરવામાં આવી છે. સુરક્ષા એજન્‍સીઓએ લશ્‍કરી થાણા અને આસપાસની ચોકીઓને સીલ કરીને વિસ્‍તારમાં લોકડાઉન લાગુ કરી દીધું છે.

જ્‍યોર્જિયા રાજ્‍યના ફોર્ટ સ્‍ટુઅર્ટ બેઝ પર ગોળીબારમાં પાંચ સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં કોઈએ પોતાનો જીવ ગુમાવ્‍યો છે કે નહીં તે સ્‍પષ્ટ નથી. સવાનાહના દક્ષિણપヘમિમાં સ્‍થિત ફોર્ટ સ્‍ટુઅર્ટ, મિસિસિપી નદીની પૂર્વમાં સૌથી મોટી લશ્‍કરી ચોકી છે. યુએસ આર્મી માટે મોટો આંચકો છે. હુમલાખોરની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ગોળીબારનું કારણ પણ અજાણ છે.

જ્‍યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્‍પે ટ્‍વિટર પર લખ્‍યું છે કે તેઓ બેઝ પર થયેલા હુમલાથી દુઃખી છે. તેમણે પીડિતો અને તેમના પરિવારો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી છે.

વ્‍હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ટ્‍વિટર પર જણાવ્‍યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને ગોળીબાર વિશે જાણ કરવામાં આવી છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આ ઘટના પર દુઃખ વ્‍યક્‍ત કર્યું છે અને ગોળીબાર પછી પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે.

યુએસ ડિપાર્ટમેન્‍ટ ઓફ ડિફેન્‍સ અનુસાર, ફોર્ટ સ્‍ટુઅર્ટ, લગભગ ૨.૮૦ લાખ એકરમાં ફેલાયેલો, મિસિસિપી નદીની પૂર્વમાં સૌથી મોટો યુએસ આર્મી બેઝ છે. રાજધાની, એટલાન્‍ટા, આ બેઝથી ૩૬૮ કિમી ઉત્તરમાં છે. આ બેઝમાં ૧૦,૦૦૦ થી વધુ લોકો રહે છે. 

(1:47 PM IST)