<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

વૃદ્ધોને વધુ સારું જીવન આપવા માટેની તૈયારીઓ

કેન્‍દ્ર સરકારની સમિતિ વિશ્વભરની યોજનાઓનો અભ્‍યાસ કરશે :૨૦૨૬ સુધીમાં દેશમાં વૃદ્ધોની સંખ્‍યા ૧૭ કરોડને વળોટી જશેઃ વૃદ્ધોની ઉપેક્ષા સામાન્‍ય બની છે

 

નવી દિલ્‍હી,તા.૦૭: ભારતમાં વૃદ્ધોની સંખ્‍યા ઝડપથી વધી રહી છે. એવો અંદાજ છે કે ૨૦૨૬ સુધીમાં દેશમાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની સંખ્‍યા ૧૭ કરોડને વટાવી જશે. વધતી ઉંમર સાથે જરૂરિયાતો પણ વધે છે. પછી તે સ્‍વાસ્‍થ્‍ય હોય, સંભાળ હોય કે એકલતા સંબંધિત સમસ્‍યાઓ હોય. આ જ કારણ છે કે કેન્‍દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. જે વિશ્વભરના વૃદ્ધોની સંભાળ સંબંધિત યોજનાઓનો અભ્‍યાસ કરશે.

આજે આપણા સમાજમાં વૃદ્ધ લોકોના પરિવારો દ્વારા તેમની ઉપેક્ષાના સમાચાર દરરોજ આવતા રહે છે. તેમને ભાવનાત્‍મક, શારીરિક અને નાણાકીય સહાય મળતી નથી. કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ મંત્રાલય તેની વિવિધ પહેલ દ્વારા વૃદ્ધો સુરક્ષિત રહે અને ગૌરવ સાથે લાંબુ જીવન જીવે તે સુનિヘતિ કરી રહ્યું છે.

કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર આ સમિતિ વરિષ્ઠ નાગરિકોની સારી સંભાળ અને કલ્‍યાણ માટે એક વ્‍યૂહાત્‍મક માળખું તૈયાર કરશે. નીતિ આયોગના નેતૃત્‍વ હેઠળ રચાયેલી આ પેનલમાં રાજ્‍યો, કેન્‍દ્રશાસિત પ્રદેશો અને શૈક્ષણિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સમિતિએ વરિષ્ઠ નાગરિકોના કલ્‍યાણ સાથે સંબંધિત લોકો સાથે પરામર્શ કર્યો છે.

કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ મંત્રાલયે જણાવ્‍યું હતું કે, ઙ્કનીતિ આયોગના સભ્‍યની અધ્‍યક્ષતામાં 'ભારતમાં દેખભાળ અર્થવ્‍યવસ્‍થાને મજબૂત બનાવવા' પર એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મંત્રાલયો, રાજ્‍યો, કેન્‍દ્રશાસિત પ્રદેશો, શૈક્ષણિક સંસ્‍થાઓ, વરિષ્ઠ સંભાળ સંગઠનો અને ઉદ્યોગના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ મંત્રાલયે જણાવ્‍યું હતું કે, સમિતિએ હિમાચલ પ્રદેશ, આસામ, મધ્‍ય પ્રદેશ, કેરળ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પંજાબના કેન્‍દ્રીય મંત્રાલયો અને રાજ્‍ય સરકારો સાથે ચર્ચા કરી છે. આ ચર્ચાઓનો હેતુ રાજ્‍ય સ્‍તરે વરિષ્ઠ નાગરિકો માટે અમલમાં મુકવામાં આવી રહેલા પડકારો, પહેલ અને યોજનાઓને સમજવાનો છે.ઙ્ઘ એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ૨૬ રાજ્‍યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ઉલ્‍લેખનીય છે કે ઇન્‍ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટિઝન્‍સ (આઈપીએસઆરસી) એ કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવતી એક મહત્‍વપૂર્ણ યોજના છે. એનજીઓ સંચાલિત એજન્‍સીઓને અનુદાન દ્વારા વૃદ્ધ વ્‍યક્‍તિઓને ખોરાક, આશ્રય અને તબીબી સંભાળ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. છેલ્‍લા પાંચ વર્ષમાં લગભગ ૨ લાખ ૨૪ હજાર વરિષ્ઠ નાગરિકોએ આઈપીએસઆરસીનો લાભ લીધો છે. 

(10:05 AM IST)