તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 7th August 2025
ગુજરાત પ્રતિ વ્યક્તિ ચોખ્ખી રાજ્ય ઘરેલુ ઉત્પાદનની દ્રષ્ટિએ રૂ.૧.૯૬ લાખ રૂપિયાની આવક સાથે તમામ મુખ્ય રાજ્યો કરતાં આગળ
ગુજરાત, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યો ઝડપથી પ્રગતિ કરી રહ્યા છેઃ જ્યારે બિહાર અને ઝારખંડ હજુ પણ પાછળ છે

નવી દિલ્હી,તા.૦૭: ૨૦૨૩-૨૦૨૪માં, ગુજરાતે પ્રતિ વ્યક્તિ ચોખ્ખી રાજ્ય ઘરેલુ ઉત્પાદન (એનએસડીપી) ની દ્રષ્ટિએ રૂ.૧.૯૬ લાખની આવક સાથે અન્ય તમામ મુખ્ય રાજ્યો કરતાં આગળ નીકળી ગયું, ત્યારબાદ કર્ણાટક રૂ.૧.૯૨ લાખ, હરિયાણા રૂ.૧.૮૩ લાખ અને તમિલનાડુ રૂ.૧.૮૦ લાખ સાથે પાછળ રહ્યું. રસપ્રદ વાત એ છે કે, ઐતિહાસિક રીતે ટોચ પર રહેલું મહારાષ્ટ્ર, આ રેસમાં પાછળ રહી ગયું છે, જેની પ્રતિ વ્યક્તિ આવક રૂ.૧.૮૨ લાખ છે.
આ આંકડાને ૨૦૧૧-૧૨ની સ્થિર કિમતો પર આધારિત જણાવવામાં આવ્યા છે, જેનાથી ફુગાવાની અસર હટાવી વાસ્તવિક આવકનો અંદાજ લગાવી શકાય. જો વર્તમાન કિમતોની વાત કરીએ તો ભારતની એવરેજ માથાદીઠ આવક ૧.૮૯ લાખ રહી.
લાઇવ મિટના રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા રાજ્યવાર આંકડા અનુસાર ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ જેવા દક્ષિણી રાજ્ય પોતાની ઊંચી આવકને સારા શાસનનું પરિણામ જણાવી રહ્યાં છે. તો બિહાર અને ઝારખંડ જેવા પૂર્વી રાજ્ય હજુ પણ વિકાસની રેસમાં પાછળ જોવા મળી રહ્યાં છે.
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે દક્ષિણ અને પヘમિ ભારતના રાજ્યો, ખાસ કરીને ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા, આર્થિક રીતે વધુ પ્રગતિ કરી રહ્યા છે. આનું મુખ્ય કારણ આ રાજ્યોમાં ઉદ્યોગ, સેવા અને આઇટી ક્ષેત્રોનો સારો વિકાસ હોવાનું માનવામાં આવે છે. તે જ સમયે, પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતીય રાજ્યો પણ હરિત ક્રાંતિ જેવા પ્રયાસોને કારણે સારું પ્રદર્શન કરી રહ્યા છે.
તેનાથી વિપરીત, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પヘમિ બંગાળ જેવા પૂર્વીય રાજ્યો હજુ પણ સૌથી ગરીબ રાજ્યોમાં ગણાય છે. આ રાજ્યોમાં શિક્ષણ, આરોગ્ય અને બિન-કૃષિ નોકરીઓ માટે તકોનો અભાવ હજુ પણ એક મોટો પડકાર છે.
નિષ્ણાંતો પ્રમાણે રાજ્યોના વિભાજનની અસર પણ તેના વિકાસ પર પડી છે. બિહારથી ૨૦૦૦મા ઝારખંડ અલગ થયું, ત્યારબાદ બિહારની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ.
મધ્યપ્રદેશે છેલ્લા એક દાયકામાં નોંધનીય પ્રગતિ કરી છે. ૨૦૨૩-૨૦૨૪મા તેની પ્રતિ વ્યક્તિ આવક ૧.૯૨ લાખ રહી, જે તમિલનાડુ અને તેલંગણાથી પણ આગળ નીકળી ગઈ છે. પરંતુ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ હજુ પણ અપેક્ષિત સ્તરથી નીચે છે. યુપીમાં પ્રતિ વ્યક્તિ આવક ૧૯૬૦મા અખિલ ભારતીય એવરેજના ૬૦.૭ ટકા હતી, જે હવે ઘટી માત્ર ૪૦.૩ ટકા રહી ગઈ છે. બિહાર અને ઝારખંડ જેવા રાજ્ય પણ હજુ પાયાની સુવિધા અને ઔદ્યોગિકરણની પ્રતિક્ષા કરી રહ્યાં છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
