<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

શમા પરવીનનું અસીમ મુનીર સાથેનું કનેક્‍શન ખુલ્‍યું

ભારત પર હુમલો કરવાની આ એક સારી તક છે શમા ભારત વિરુદ્ધ ઝેર ઓકતી હતી અને પાકિસ્‍તાનને ભારત પર હુમલો કરવા માટે અપીલ કરતી હતીઃ ગુજરાત ATS પણ આヘર્યચકિત

નવી દિલ્‍હી,તા.૦૭: ગુજરાત એટીએસએ તાજેતરમાં અલ-કાયદાના ઓનલાઈન ટેરર મોડ્‍યુલનો પર્દાફાશ કર્યો હતો અને પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમાં શમા પરવીનનો પણ સમાવેશ થાય છે, જે અલ-કાયદાના એજન્‍ડાને પ્રોત્‍સાહન આપવા બદલ બેંગલુરુથી પકડાયો હતો.

એટીએસ શમા પરવીનના ઈન્‍ટરનેટ મીડિયા એકાઉન્‍ટની તપાસ ચાલુ રાખી રહ્યું છે. તપાસ દરમિયાન, એટીએસને આવી પોસ્‍ટ મળી છે, જેનાથી શમા પરવીનનું અસીમ મુનીર સાથેનું કનેક્‍શન ખુલ્‍યું છે.

એટીએસ મુજબ ઓપરેશન સિંદૂર દરમિયાન શમા પરવીન ઇન્‍ટરનેટ મીડિયા પર ભારત વિરુદ્ધ સતત ઝેર ફેલાવી રહી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન તેણે મુનીરને ભારત પર હુમલો કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે જ્‍યારે પાકિસ્‍તાને ભારતમાં ખિલાફત પ્રોજેક્‍ટ લાગુ કરવા તરફ પગલાં લેવા જોઈએ.

શમા પરવીનની ૨૯ જુલાઈના રોજ ભારતમાં અલ-કાયદા ફેલાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસને શમા પરવીનની આવી ઘણી પોસ્‍ટ મળી છે, જેમાં પાકિસ્‍તાનને ખુલ્‍લેઆમ સમર્થન અને ભારત વિરુદ્ધ નફરતના સંદેશાઓનો સમાવેશ થાય છે.

શમાનું નિવેદન ભારતની સાર્વભૌમત્‍વ અને લોકશાહી માળખા પર સીધો હુમલો હતો. એટીએસ તપાસમાં બહાર આવ્‍યું છે કે શમાએ અસીમ મુનીરનું હિસક ભાષણ પણ શેર કર્યું હતું. શમા પરવીન મૂળ ઝારખંડની છે.

શમા પરવીન ઇન્‍ટરનેટ મીડિયા દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવી રહી હતી અને ભારતીય ઉપખંડમાં અલ-કાયદા (એક્‍યુઆઈએસ) માટે ભરતી કરવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી રહી હતી. ૩૦ વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની છે અને બેંગલુરુના હેબ્‍બલ વિસ્‍તારમાં તેના ભાઈ સાથે રહેતી હતી. હાલમાં, શમાને પૂછપરછ માટે એટીએસ ની કસ્‍ટડીમાં રાખવામાં આવી છે. (૪૦.૨૧)

(10:27 AM IST)