તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 7th August 2025
ટ્રમ્પને બિહારના રહેવાસી બનાવવા અરજી!
SIR પાસે રહેણાંક પ્રમાણપત્રની માગ :વાયરલ ફોર્મ જેમાં બદલવામાં આવેલો આધારકાર્ડ નંબર, બારકોડ અને ટ્રમ્પનો ફોટો પણ સામેલ હતો, તેમાં સમસ્તીપુર જિલ્લાના એક નાના ગામ તરીકે તેમનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ અરજી રદ કરી

સમસ્તીપુર,તા.૦૭: બિહારમાં ચૂંટણી પહેલા ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) કવાયત દરમિયાન, અનેક વિચિત્ર ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા એક શ્વાનના નામનું રહેણાંક પ્રમાણપત્ર બન્યું હોવાનું સામે આવ્યું હતું અને હવે તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે પણ બિહારમાં રહેણાંક પ્રમાણપત્ર માટે ઓનલાઇન અરજી સબમિટ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. વાયરલ ફોર્મ, જેમાં બદલવામાં આવેલો આધારકાર્ડ નંબર, બારકોડ અને ટ્રમ્પનો ફોટો પણ સામેલ હતો, તેમાં સમસ્તીપુર જિલ્લાના એક નાના ગામ તરીકે તેમનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ અરજી રદ કરી હોવાનું કહેવાય છે અને આ કૃત્ય માટે જવાબદાર અજાણ્યા વ્યક્તિ સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે.
આ પહેલીવાર નથી જ્યારે સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય. ગયા મહિને જ પટનાના મસૌરી વિસ્તારમાં, ‘ડોગ બાબુ' નામના કૂતરાને રહેણાંક પ્રમાણપત્ર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આરટીપીએસ પોર્ટલ દ્વારા જનરેટ કરાયેલા સત્તાવાર દસ્તાવેજમાં કૂતરાનો ફોટો દર્શાવવામાં આવ્યો હતો અને સરનામું વોર્ડ નંબર ૧૫, કૌલીચક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદની મજાકમાં, નવાદા જિલ્લામાં ‘ડોગેશ બાબુ' નામથી બીજી કૂતરા-થીમ આધારિત અરજી સામે આવી. નવાદા જિલ્લા મેજિસ્ટ્રેટ રવિ પ્રકાશે પોતે સોશિયલ મીડિયા પર આ નકલી અરજી શેર કરી હતી, જેનાથી લોકોનું ધ્યાન આ અંગે ખેંચ્યું હતું.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
