<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

એક માનવ બીજા માનવને ખેંચે છે તે અત્‍યંત અમાનવીય છે

સુપ્રીમ કોર્ટે માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષા પર પ્રતિબંધ મૂક્‍યો

મહારાષ્ટ્ર સરકારને છ મહિનાની અંદર માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષાની પ્રથા બંધ કરવાનો નિર્દેશ આપ્‍યો છે. કોર્ટે આ પ્રથાને અમાનવીય અને સામાજિક-આર્થિક ન્‍યાયની વિરુદ્ધ ગણાવીઃ કોર્ટે  કેવડિયામાં કરવામાં આવેલી જેમ ઇ-રિક્ષા ચલાવવા અને સ્‍થાનિક લોકોને ભાડે આપવાની શક્‍યતા શોધવાનું પણ સૂચન કર્યું

નવી દિલ્‍હી તા.૭: હાથથી ખેંચાતી રિક્ષાના ઉપયોગ પર નારાજગી વ્‍યક્‍ત કરતા, સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને છ મહિનાની અંદર માથેરાનમાં અમાનવીય પ્રથા બંધ કરવાનો અને તેને ઇ-રિક્ષાથી બદલવાનો નિર્દેશ આપ્‍યો.

મુખ્‍ય ન્‍યાયાધીશ બી.આર. ગવઈ, ન્‍યાયાધીશ કે. વિનોદ ચંદ્રન અને ન્‍યાયાધીશ એન.વી. અંજારિયાની બેન્‍ચે જણાવ્‍યું હતું કે ભારત જેવા વિકાસશીલ દેશમાં આવી પ્રથાને મંજૂરી આપવી એ સામાજિક અને આર્થિક ન્‍યાયના બંધારણીય વચનોને નબળી પાડે છે. તે માનવ ગૌરવની મૂળભૂત વિભાવનાની વિરુદ્ધ છે.

આ સાથે, બેન્‍ચે માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્‍યો. રાજ્‍ય સરકારને માથેરાનમાં સ્‍થાનિકોને ઈ-રિક્ષા ભાડે આપવાની શક્‍યતા શોધવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો હતો, જેમ કે ગુજરાતના અધિકારીઓએ કેવડિયામાં કર્યું હતું.

બેન્‍ચે સ્‍વતંત્રતાના આટલા વર્ષો પછી પણ હાથથી ખેંચાતી રિક્ષાઓનો ઉપયોગ કરવાની પ્રથાની નિદા કરી. તેને અમાનવીય ગણાવ્‍યું.

(10:21 AM IST)