<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ખેડૂતોનું હીત સર્વોપરી : કોઇ સમાધાન નહિ

ટ્રમ્‍પના ટેરિફ બોંબ સામે વડાપ્રધાન મોદીનું તડને ફડ : હું ગમે તે ભોગ આપવા તૈયાર છું

 નવી દિલ્‍હી, તા.૭: દેશની રાજધાની દિલ્‍હીમાં એમ.એસ. સ્‍વામિનાથન શતાબ્‍દી આંતરરાષ્‍ટ્રીય પરિષદને સંબોધિત કરતી વખતે, પીએમએ અમેરિકી રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પને ઈશારામાં જવાબ આપ્‍યો. પીએમ મોદીએ કહ્યું કે તેમના માટે ખેડૂતોનું હિત અમારી સર્વોચ્‍ચ પ્રાથમિકતા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતોના હિત સાથે કયારેય સમાધાન કરશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે હું જાણું છું કે મારે વ્‍યક્‍તિગત રીતે મોટી કિંમત ચૂકવવી પડશે પરંતુ ભારત તેના માટે તૈયાર છે.

આ પ્રસંગે, પીએમ મોદીએ કહ્યું કે, સ્‍વર્ગસ્‍થ એમએસ સ્‍વામિનાથને ખાદ્ય સુરક્ષાને તેમના જીવનનું મિશન બનાવ્‍યું હતું. દિલ્‍હીમાં આયોજિત પરિષદમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કળષિ વિજ્ઞાનમાં તેમના અગ્રણી કાર્ય માટે એમએસ સ્‍વામિનાથનની વ્‍યાપક પ્રશંસા થાય છે. તેમણે કહ્યું કે, ખેડૂતોનું કલ્‍યાણ ભારતની સર્વોચ્‍ચ પ્રાથમિકતા છે. તેમની સરકારની નીતિઓ સ્‍પષ્ટ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે કયારેય સમાધાન કરશે નહીં.

વડાપ્રધાન  મોદીએ નવી દિલ્‍હીના ICAR પુસા ખાતે એમએસ સ્‍વામિનાથન શતાબ્‍દી આંતરરાષ્‍ટ્રીય પરિષદનું ઉદ્ધાટન કર્યું છે. આ પરિષદનો વિષય પ્ર સદાબહાર ક્રાંતિ, જૈવ-સુખનો માર્ગ, પ્રોફેસર સ્‍વામિનાથનના બધા માટે ખોરાક સુનિ?તિ કરવાના જીવનભરના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.(૨૩.૧૦)

(10:40 AM IST)