<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ-૯૦:‘‘આંખની પુતળીઓને પીંછાની જેમ અડકવાથી એમની વચ્‍ચેનું હલકાપણું マદયમાં ખુલે છે અને ત્‍યાં બ્રહ્માંડ વ્‍યાપી જાય છે''

બન્ને હથેળીઓનો ઉપયોગ કરો. એમને પોતાની આંખો ઉપર રાખો અને હથેળીઓથી પુતળીઓને સ્‍પર્શ કરો, જાણે પીંછાથી એમને અડકી રહ્યા હોવ. પુતળીઓ ઉપર જરાપણ દબાણ ના નાખો. જો દબાણ કરશો તો તમે આખી વાત જ ચુકી જશો. ત્‍યારે આખી વિધિ નકામી થઇ જશે. કોઇ દબાણ ના કરો પણ પીંછાની જેમ અડકો.

કોઇ થોડું પણ દબાણ ના કરો. આંખોની ઊર્જાને હલકા જેટલા દબાણની પણ ખબર પડી જાય છે. તે બહુ સુક્ષ્મ છે. કોમળ છે તો બિલકુલ દબાણ નહિ. હથેળીઓ પીંછાની જેમ એવી રીતે અડકે જાણે કે અડકતું નથી. સ્‍પર્શની ખબર ના પડે, બસ થોડો અહેસાસ થાય કે હથેળી પુતળીને અડકી રહી છે. બસ!

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(12:27 PM IST)