News of Thursday, 7th August 2025
યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર, દિલ્હી ઉપર પૂરનું સંકટ :ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદના કારણે યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર પહોંચી ગયું છે, જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂરનું જોખમ વધી ગયું છે.
પ્રયાગરાજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમોએ પ્રયાગરાજના કરેલા બાગ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા છે અને ખાદ્ય સામગ્રીનું વિતરણ કર્યું છે.

દિલ્હીમાં યમુના નદીનું પાણી વધવાને કારણે વહીવટી તંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સ્થળાંતરની તૈયારી કરવા સૂચના આપી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. --- *રાજસ્થાનના પ્રતાપગઢમાં ભૂકંપના આંચકા, મધ્યપ્રદેશ સુધી અસર* રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં આજે સવારે ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા રાજસ્થાનથી મધ્યપ્રદેશ સુધી અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્રતાપગઢથી ૨૦ કિલોમીટર દૂર હતું અને તેની ઊંડાઈ ૫ કિલોમીટર હતી. આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મધ્યપ્રદેશના કેટલાક સરહદી વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. વહીવટી તંત્રે લોકોને ઘરની બહાર ખુલ્લી જગ્યાએ રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
હવામાન અને ભૂકંપ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, અને લોકોને કોઈપણ અફવાઓથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. --- *અમેરિકાના ટ્રેડ એડવાઈઝરે ટેરિફ વોર પર ટ્રમ્પની નીતિ સ્પષ્ટ કરી: બેવડી નીતિ: ભારતને દંડ આપ્યો પરંતુ રશિયા પાસેથી ક્રૂડ ખરીદતા હોવા છતાં ચીન સાથે ટેરિફ વોરને વધુ તીવ્ર કરવાના મૂડમાં અમેરિકા નથી !* વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીને લઈને ચીન પર વધારાના ટેરિફ લાદવાની ઉતાવળ નહીં કરવાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અમેરિકા પોતાને નુકસાન પહોંચાડવા માગતું નથી અને ચીન પર હાલમાં પહેલેથી જ ૫૦% ટેરિફ લાગુ છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અને ટેરિફ વોરની નીતિ પર વૈશ્વિક સ્તરે ચર્ચા ચાલી રહી છે.
ભારતે પણ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદ્યું હોવાથી ટ્રમ્પની ટેરિફ નીતિ ભારત માટે પણ ચિંતાનો વિષય બની છે. ભારત ઉપર કુલ ૫૦% ટેરીફ લાદવામાં આવેલ છે અને હજુ પણ વધુ બોજો નાખવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
જોકે, નવારોના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા હાલમાં ચીન સાથે ટેરિફ વોરને વધુ તીવ્ર કરવાના મૂડમાં નથી. ભારતે આ મામલે પોતાની નીતિને લઈને સ્પષ્ટતા કરતાં ટેરિફને 'અન્યાયી' ગણાવ્યું છે અને અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ રાખવાની વાત કરી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
