News of Thursday, 7th August 2025
ભારત પર ટેરિફ વધારીને ટ્રમ્પે પોતાના પગ પર કુહાડો માર્યો
બ્રિટિશ અખબાર ટેલિગ્રાફે ટ્રમ્પના નિર્ણયની ટીકા કરી

લંડન, તા.૭: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકાનો સૌથી વધુ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેની ચર્ચા વોશિંગ્ટનથી નવી દિલ્હી અને લંડન સુધી થઈ રહી છે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફ અનુસાર, ટ્રમ્પે આ જાહેરાત કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે. અખબાર કહે છે કે ટ્રમ્પ જે હેતુ માટે ભારત સામે ટેરિફ લાદી રહ્યા છે તે પૂર્ણ થવાની શકયતા ઓછી છે.
અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે યુએસ રાષ્ટ્રપતિએ નિર્ણય લીધો છે, એશિયાનો સૌથી જૂનો સાથી તેમનાથી દૂર થઈ શકે છે. વિગતવાર જાણો શા માટે અને કેવી રીતે...
સૌથી વધુ ટેરિફ લાદવાનો નિર્ણય કેમ? : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે, તેથી તેના પર ટેરિફ લાદવામાં આવી રહ્યા છે. યુએસ સરકારના મતે, રશિયા તેલ વેચીને શષાો ખરીદી રહ્યું છે, જેના કારણે યુક્રેનમાં નિર્દોષ લોકો મરી રહ્યા છે. રશિયા તેલ વેચીને તેની આવકનો એક તળતીયાંશ ભાગ એકત્ર કરે છે.
ટ્રમ્પના મતે, ભારત ક્રૂડ ઓઇલ ખરીદે છે, પહેલા તેને રિફાઇન કરે છે અને પછી તેને ખુલ્લા બજારમાં વેચે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતે ૨૦૨૪ માં રશિયા પાસેથી ૪૨ અબજ પાઉન્ડ ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું.
ટ્રમ્પનો આ નિર્ણય કેમ ઉલટું પડશે? : ૧. અખબારના મતે, ભારત સિવાય, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, બ્રાઝિલ, ચીન અને યુરોપિયન યુનિયનના કેટલાક દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. ચીન સૌથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદે છે. તુર્કી અને યુએઈ અમેરિકાના વ્યવસાયિક ભાગીદાર છે. જો ટ્રમ્પ આ દેશો પર પ્રતિબંધો નહીં લગાવે, તો તેનાથી રશિયાને બહુ ફરક પડશે નહીં. આવી સ્થિતિમાં, ટ્રમ્પ જે હેતુ માટે ભારત સામે ટેરિફ લાદી રહ્યા છે તે સફળ થશે નહીં.
૨. ટેલિગ્રાફ યુકે અનુસાર, ભારત એશિયામાં ચીન સામે સૌથી વધુ અવાજ ઉઠાવનાર દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય વડાપ્રધાનને પોતાનો મિત્ર ગણાવી રહ્યા છે, પરંતુ ટ્રમ્પે જે રીતે ટેરિફ નક્કી કર્યો છે, તેનાથી ભારત હવે અમેરિકાથી દૂર થઈ શકે છે. અમેરિકા એશિયામાં ચીનના સૌથી મોટા વિરોધીને ગુમાવી શકે છે, જેની અસર આગામી સમયમાં તેના એશિયન રાજકારણ પર પડશે.
૩. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે રશિયા પહેલાથી જ ભારત અને ચીનને જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે પરિસ્થિતિ બનાવી છે તે ત્રણેય દેશોને એકસાથે લાવી શકે છે. બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા પહેલાથી જ અમેરિકા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આનો અર્થ એ છે કે બ્રિક્સ હવે વિશ્વમાં વધુ મજબૂત રીતે ઉભરી આવશે. આની સીધી અસર અમેરિકન અર્થતંત્ર પર પડશે.
૪. અખબારે કહ્યું છે કે ભારતમાં જે પ્રકારની રાજકીય પરિસ્થિતિઓ છે, તેમાં એવી શકયતા ઓછી છે કે ત્યાંની સરકાર ટ્રમ્પના ટેરિફ સામે ઝૂકે. આનો અર્થ એ છે કે આવનારા સમયમાં ટ્રમ્પની સરકારે ટેરિફના મુદ્દા પર પાછળ રહેવું પડશે.(૨૩.૨૧)
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
