News of Thursday, 7th August 2025
ઈરાકની સંસદમાં ‘ઢીશૂમઢીશૂમ': શિયા-સુન્ની સાંસદો બાખડયાઃ લાતો-જોડાનો વરસાદ
એક સાંસદની આંખમાં ગંભીર ઈજા

બગદાદ, તા.૭: શિયા મુસ્લિમ બહુમતી ધરાવતી ઇરાકી સંસદમાંથી અંધાધૂંધીના અહેવાલો આવી રહ્યા છે, જેમાં સાંસદોને માર મારવા અને એકબીજા પર જૂતા ફેંકવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ઘટના મંગળવારે નોંધાઈ રહી છે જેમાં શિયા અને સુન્ની સાંસદો ઇરાકી સંસદના હોલમાં અથડાયા હતા. ફેડરલ સર્વિસ અને સ્ટેટ કાઉન્સિલના ઉમેદવારોને મતદાન કરવા અંગે સાંસદો વચ્ચે વિવાદ શરૂ થયો હતો, જે ટૂંક સમયમાં ઝપાઝપીમાં ફેરવાઈ ગયો.
ઇરાકના સ્થાનિક અખબારોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન સુન્ની સાંસદ રાદ અલ-દહલાકી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને શારીરિક ઈજા થઈ હતી. સાંસદને આંખમાં ઈજા થઈ છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સાંસદો એકબીજા સાથે અથડાતા જોવા મળી રહ્યા છે.
ઇરાકી સમાચાર એજન્સી અલ-સાઆ સાથે વાત કરતા, એક સૂત્રએ જણાવ્યું હતું કે, સંસદના અધ્યક્ષ મહમૂદ અલ-મશહદાનીએ જરૂરી સંખ્યામાં સાંસદોના અભાવે ગળહ છોડી દીધા બાદ સંસદીય સત્ર અંધાધૂંધીમાં ડૂબી ગયું. તેમ છતાં, સત્ર પ્રથમ નાયબ અધ્યક્ષ મોહસીન અલ-મંડલાવીના નેતળત્વમાં યોજાયું હતું.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, સત્રનો બહિષ્કાર કરનારા તકદ્દુમ ગઠબંધનના સાંસદોએ શિયા જૂથો સાથે ફેડરલ સર્વિસ અને સ્ટેટ કાઉન્સિલના ઉમેદવારોને મતદાન કર્યું ત્યારે વિવાદ થયો હતો, જેના કારણે આક્રોશ ફેલાયો હતો.
ફેડરલ સર્વિસ અને સ્ટેટ કાઉન્સિલના પદો સુન્ની અને શિયા જૂથો વચ્ચે વહેંચવાના હતા, પરંતુ તકદ્દુમ અને શિયા જૂથોના સાંસદોએ રાજકીય સર્વસંમતિને અવગણીને બંને પદો માટે શિયા ઉમેદવારોને મતદાન કર્યું.
આ અંગે સંસદ ભવનની બહાર, સંસદ કાફેટેરિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો. સ્પીકર મહમૂદ અલ-મશહદાનીએ જોરશોરથી વિરોધ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે મતદાન સુન્ની સમુદાયના અધિકારો સાથે અન્યાય છે. આ સમયે, શિયા સાંસદ અલા અલ-હૈદરીએ ઘૃણાસ્પદ સાંપ્રદાયિક અપશબ્દો ફેંકયા, જેના પગલે તેમની સુન્ની સાંસદ રાદ અલ-દહલાકી સાથે ઝપાઝપી થઈ.
પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ જ્યારે લગભગ ૫૦ સાંસદોએ કથિત રીતે અલ-દહલાકી પર હુમલો કર્યો અને તેમને નિર્દયતાથી માર માર્યો. સૂત્રએ ખુલાસો કર્યો કે તકદ્દુમ ગઠબંધન અને અન્ય સુન્ની પક્ષોના સાંસદો આ હુમલાને રોકી શકયા નહીં. ફક્ત એક સુન્ની સાંસદ મહમૂદ અલ-કૈસી આગળ આવ્યા અને બહાદુરીથી અલ-દહલાકીને ટોળાથી બચાવવાનો પ્રયાસ કર્યો.
ઇરાકની સંસદમાં અગાઉ પણ આવા જ વિવાદો થયા છે. મે ૨૦૨૪ માં, સંસદના સ્પીકરની ચૂંટણી સંબંધિત વિવાદને લઈને ઘણા સાંસદો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. તે સમયે આ પદ છ મહિનાથી ખાલી હતું.
ઇરાક એક શિયા બહુમતી ધરાવતો મુસ્લિમ દેશ છે જે દેશની વસ્તીના ૫૫-૬૫% હિસ્સો ધરાવે છે. ઇરાકમાં સુન્ની મુસ્લિમોની પણ નોંધપાત્ર વસ્તી છે અને તેઓ કુલ વસ્તીના લગભગ ૩૫-૪૦% હિસ્સો ધરાવે છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
