<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

યુદ્ધ ખતમ કરવા માટે પુતિનની સાથે રૃબરૃમાં વાત જરૃરી છે

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદનઃહવે બને તેટલી વધુ ઝડપથી આ યુદ્ધનો અંત લાવવો જરૃરી છે. આ યુદ્ધનો અંત લાવવા માટે અમે તૈયાર છીએ

કિવ, તા.૭:રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાની કવાયત વચ્ચે યુક્રેનના પ્રમુખે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હવે બને તેટલી વધુ ઝડપથી આ યુદ્ધનો અંત લાવવો જરૃરી છે. આ યુદ્ધનો અંત લાવવા માટે અમે તૈયાર છીએ, તેના માટે અમે શક્ય તેટલા પ્રયાસો કરવા તૈયાર છીએ, બસ પુતિને પણ સામે એટલા જ પ્રયાસો સાથે સહભાગી થવુ પડશે.

ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, અમે રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા ૨તૈયાર છીએ. તેના માટે પુતિન સાથે રૃબરૃ બેઠક કરવા માગીએ છીએ. અમે તેમની સાથે દ્વિપક્ષીય, ત્રિપક્ષીય, તમામ પ્રકારની વાટાઘાટ કરવા તૈયાર છીએ. યુક્રેન બેઠકોથી ડરતુ નથી. બસ, સામે રશિયાએ પણ એટલી જ બહાદૂરી સાથે બેઠકોમાં ભાગ લેવો પડશે.

અમેરિકાના વિશેષ રાજદૂત સ્ટિવ વિટકોફ સાથે પુતિનની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ આ નિવેદન આપ્યું છે.

 ઉલ્લેખનીય છે, અમેરિકાએ રશિયાના પ્રમુખ પુતિનને આગામી શુક્રવાર સુધી યુક્રેન સાથે શાંતિ કરાર કરવાની ડેડલાઈન આપી છે. જો પુતિન શાંતિ કરાર નહીં કરે તો રશિયા પર અનેક પ્રતિબંધો લાદવાની ચીમકી પણ આપી છે.

(8:13 PM IST)