તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 7th August 2025
કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી પહેલા મોટા ખુશખબર મળી શકે
મોંઘવારી ભથ્થાની જાહેરાત દિવાળી આસપાસ થશેઃઆ વર્ષે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થઈ શકે છે

નવી દિલ્હી, તા.૭:જે સમાચારની ૧ કરોડ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સમાચાર આવી ગયા છે. કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારા અંગે નિર્ણય સામે આવ્યો છે.
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી (DA) અંગે મોટું અપડેટ આવ્યું છે. સમાચાર છે કે જુલાઈ-ડિસેમ્બર માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત દિવાળી આસપાસ થશે. એટલે કે આ વર્ષે દિવાળી ગિફ્ટના સંકેત પહેલેથી જ મળી ગયા છે. અત્રે જણાવવાનું કે ડીએ હાઈક અંગે કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી પહેલા મોટી ગિફ્ટ મળી શકે છે. જુલાઈ-ડિસેમ્બર ૨૦૨૫ માટેના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત દિવાળી પહેલા થઈ શકે છે. સાતમાં પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે દર છ મહિને મોંઘવારી ભથ્થું નક્કી થાય છે. જેની ગણતરી નિર્ધારિત ફોર્મ્યૂલા અને મોંઘવારી દર પ્રમાણે નક્કી થાય છે.
જો કે આ અંગે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી. પરંતુ સૂત્રો મુજબ આ વર્ષે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં જો આ રીતે વધારો થાય તો કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ૫૫ ટકાથી વધીને ૫૮ ટકા થઈ શકે છે. તે પહેલા જાન્યુઆરી ૨૦૨૫માં સરકારે ડીએમાં ૨ ટકાનો વધારો કરીને ૫૩થી ૫૫ ટકા કર્યું હતું. અત્રે જણાવવાનું કે શ્રમ બ્યૂરો તરફથી બહાર પડેલા આંકડા મુજબ જૂન ૨૦૨૫નો CPI-IW 145 રહ્યો છે. જ્યારે જુલાઈ ૨૦૨૪થી જૂન ૨૦૨૫ સુધીના ૧૨ મહિનાનો સરેરાશ ઈન્ડેક્સ ૧૪૩.૬ છે. આવામાં આ વખતે ડીએમાં ૩ ટકા વધારાની જાહેરાત થઈ શકે.
મોંઘવારી ભથ્થામાં વધારાનો સીધો ફાયદો પગાર પર પડશે. પગારમાં મોટો ઉછાળો આવશે. ઉદાહરણથી સમજીએ કે જો બેઝિક પગાર ૪૦૦૦૦ રૃપિયા છે અને ૩ ટકા ડીએ વધે તો દર મહિને પગારમાં ૧૨૦૦ રૃપિયા વધશે. ડીએ વધવાથી ટ્રાવેલ અલાઉન્સ, હાઉસ રેન્ટ અલાઉન્સ પણ વધશે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
