હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પના ટેરિફ બોમ્બનો ભારત કેવી રીતે કરશે સામનો : ભારત પાસે ક્યાં વિકલ્પ છે ? જાણો નિષ્ણાતો શું કહે છે?
ભારતને તેની વ્યૂહાત્મક ભાગીદારી પર પુનર્વિચાર કરવાની જરૂર પડી શકે

નવી દિલ્હી :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અણધારી રીતે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. જોકે, નવા ટેરિફ દર 27 ઓગસ્ટથી અમલમાં આવશે.
બુધવાર, 6 ઓગસ્ટના રોજ ટ્રમ્પે ભારત પર યુએસ ટેરિફ 25% થી વધારીને 50% કર્યો, જે ભારત પર રશિયન ઓઇલ ખરીદવા બદલ દંડ તરીકે લાદવામાં આવ્યો છે. ભારતે ટ્રમ્પના આ પગલાને અન્યાયી ગણાવ્યું છે.
ટ્રમ્પની નવી ટેરિફ જાહેરાત પછી, મોટાભાગના ભારતીય નિકાસકારો કહે છે કે તેઓ 10-15% વધારો સહન કરી શકશે નહીં, 50% ટેરિફ તેમની ક્ષમતા કરતાં ઘણો વધારે છે.
ટ્રમ્પે એકપક્ષીય ટેરિફની જાહેરાત કરી છે, ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ભારત પાસે કયા વિકલ્પો છે, તે ટ્રમ્પના ટેરિફ બોમ્બનો સામનો કેવી રીતે કરશે?
દિલ્હી સ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના અજય શ્રીવાસ્તવ કહે છે- અમેરિકાના પગલાથી ભારત તેની વ્યૂહાત્મક ભાગીદારી પર પુનર્વિચાર કરવા અને રશિયા, ચીન અને અન્ય ઘણા દેશો સાથેના સંબંધોને ગાઢ બનાવવા માટે પ્રેરિત થઈ શકે છે.
ચૅથમ હાઉસના ડૉ. ચિતિગ વાજપાઈના મતે- રશિયન લશ્કરી હાર્ડવેર પર નિર્ભરતા ઘટાડવા અને ઓઇલની આયાતમાં વૈવિધ્ય લાવવાના ભારતના પ્રયાસો ટ્રમ્પ વહીવટીતંત્રના દબાણ પહેલાના છે, તેથી દિલ્હી તેની વર્તમાન વિદેશ નીતિ અનુસાર કેટલાક સમાધાનકારી સંકેતો આપી શકે છે.
ભૂતપૂર્વ RBI ગવર્નર ઉર્જિત પટેલે LinkedIn પર લખ્યું હતું કે ટ્રમ્પની તાજેતરની જાહેરાતથી ભારતનો સૌથી ખરાબ ભય સાચો પડ્યો છે. આશા છે કે, તે અલ્પજીવી રહેશે અને આ મહિને યોજાનારી ટ્રેડ ડીલ પર વાટાઘાટો આગળ વધશે. નહિંતર, બિનજરૂરી વેપાર યુદ્ધ ફાટી શકે છે, જેની રૂપરેખા આ પ્રારંભિક તબક્કે આકારણી કરવી મુશ્કેલ છે.
વડાપ્રધાન મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લેશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત પર વધારાના ટેરિફ લાદ્યા છે. પીએમ મોદીની ચીનની મુલાકાત ભારત-ચીન-રશિયા વચ્ચે ત્રિપક્ષીય વાટાઘાટો ફરી શરૂ કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
