<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીના કેસમાં NIAના હરિયાણા અને પંજાબમાં દરોડા :બે લોકોની ધરપકડ

ધરપકડ કરાયેલ રવિકુમાર અને ગોપાલ હરિયાણાના કરનાલના રહેવાસી

અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીના કેસમાં, NIA ની ટીમ દ્વારા હરિયાણામાં બે લોકોની કરી ધરપકડ કરવામાં આવી છે. NIA ની ટીમ દ્વારા હરિયાણા અને પંજાબમાં ચાર જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. હરિયાણાના રવિકુમાર અને ગોપાલસિંહ ધરપકડ કરવામાં આવી છે. રવિકુમાર અને ગોપાલ હરિયાણાના કરનાલના રહેવાસી છે. રવિ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર અમેરિકામાં જવા માટે ફસાવતો હતો. લોકોને કાયદેસર અમેરિકા પહોચાડવાનું કહી લાલચ આપતો હતો. ગોપાલસિંહ અન્ય આરોપી જયકુમાર અને રવિ સાથે મળીને કાવતરું ઘડતા હતા. આરોપીઓએ, ગુજરાતના લોકો સહિત અનેક લોકોના ઇમિગ્રેશન કરાવી આપવાનું કહી છેતરપિંડી આચરી છે.

 



 

(12:17 AM IST)