<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

સુરજબારી પાસે કાર બની અગનગોળોઃ ર બાળકો સહિત ૪ ભડથુ : જુઓ વિડિઓ

જુનાગઢના આહિર બોર્ડિંગમાં રહેતા ૭ બાળકો વતન કચ્‍છમાં જતા હતા ત્‍યારે ત્રિપલ અકસ્‍માત સર્જાતા દુર્ઘટનાઃ પ ને સારવાર માટે ખસેડાયા : અકસ્‍માતમાં કચ્‍છના મીઠી રોહેરના રૂદ્ર ગોપાલભાઇ ગુજરીયા, જૈમીન જગદીશભાઇ બાબરીયા અને રાજસ્‍થાનના શિવરામ મંગલરામ નાઇ સહિત ૪ નો ભોગ લેવાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૮: મોરબી-કચ્‍છ હાઇ-વે ઉપર સુરજબારી પાસે ગત મોડી રાત્રીના ત્રિપલ અકસ્‍માત બાદ કારમાં આગ લાગતા કચ્‍છના ર બાળકો, રાજસ્‍થાનના ૧ વ્‍યકિત સહિત ૪ ભડથુ થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ અકસ્‍માતમાં પ ને ઇજા થતા સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ કચ્‍છ મોરબી હાઈવે રોડ ઉપર સૂરજબારી ટોલ પ્‍લાઝા પાસે ટેન્‍કર, ટ્રક અને ફોર વ્‍હીલમા આગ લાગી હતી આ બનાવ અંગે જાણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્‍થળે દોડી જઈ રેસ્‍કયુ કામગીરી હાથ ધરી હતી. આ આગની ઘટનામાં ચાર વ્‍યક્‍તિના મોત નિપજ્‍યા છે.

મળતી માહિતી મુજબ ગત રાત્રીના સમયે કચ્‍છ મોરબી હાઈવે રોડ ઉપર સૂરઝબારી ટોલ પ્‍લાઝા નજીક ટેન્‍કર, ટ્રક અને ફોર વ્‍હીલમા આગ લાગી હતી બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર જયેશભાઇ ડાકી ફાયર ટીમ સાથે ફાયર ટેન્‍ડર એન્‍ડ રેસકયુ ટેન્‍ડર રવાના કરેલ હતું તેમજ ટ્રાફિકના હિસાબે ભચાઉ ફાયર ટીમ પણ રવાના કરેલ હતી. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્‍થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી જેમાં ૦૫ બાળકો અને બે ડ્રાઇવરને સહી સલામત સામખીયાળી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યારે આગની લપેટમાં આવી જતા ચાર વ્‍યક્‍તિના મોત નિપજ્‍યા હતા જેથી ૦૪ ડેડબોડી ઓળખ માટે સીવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ હતા.

સૂરજબારી પુલ પર અકસ્‍માતગ્રસ્‍ત આર્ટિગા કારમાં સવાર ૭ બાળકો તમામ જૂનાગઢ આહિર બોડિંગમાં અભ્‍યાસ કરતા હતા. સાતમ આઠમના તહેવાર ને લઈને પોતાના વતન કચ્‍છ ગાંધીધામ જતાં હતા. આર્ટિગા કાર માં સવાર ૭ બાળકો માંથી ૨  ના મોત થયા છે.

આ અકસ્‍માતમાં રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા ઉ.વ. ૧૫ રહે. મીઠી રોહર, ગાંધીધામ, જૈમીન જગદીશભાઈ બાબરીયા ઉ.વ. ૧૭ રહે. મીઠી રોહર, ગાંધીધામ, શિવરામ મંગલરામ નાઈ, બિકાનેર, રાજસ્‍થાન અને એક અજાણ્‍યા વ્‍યક્‍તિ સહિત ચારના મોત થયા છે.

૫ ને સારવાર માટે સામખિયાળી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. ટ્રક ડ્રાઇવર અને કલીનરની ઓળખ મેળવવા માટે તપાસ ચાલી રહી છે.

પોલીસનું પંચનામુ થયા બાદ તમામ મળતદેહ ને ફોરેન્‍સિક પી એમ માટે રાજકોટ ખસેડવામાં આવશે.

માળિયા સૂરજબારી પુલ પર એક કન્‍ટેનર પલટી મારી ગયું હતું.  જે કન્‍ટેન્‍ટર રોડ પર પલટી મારી જતા પાછળ આવતા ટેન્‍કરે લેન બદલવા માટે ગયો હતો.

જે દરમિયાન પાછળ આવતી આર્ટિગા કાર ટ્રક સાથે ઘસાઈ હોય અને આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે

(1:59 PM IST)