હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

કૌશાંબી તા.૮: દરેક છોકરા-છોકરીના મનમાં લગ્નને લઈને કેટલાય સપના હોય છે. લાઈફ પાર્ટનર કેવો હશે, લગ્ન કેવી રીતે કરીશું, હનીમૂન પર કેવી રીતે જઈશું? આવા સમયે લોકો પોતાના મનપસંદ લાઈફ પાર્ટનરને શોધવા માટે સોશિયલ મીડિયા મંચથી લઈને વચેટિયા સુધીનો ઉપયોગ કરતા હોય છે. ક્યારેક ક્યારેક તો સારો જીવનસાથી મળી જાય છે, પણ ઘણી વાર તે અપરાધનું કારણ પણ બને છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના કૌશાંબીમાંથી સામે આવ્યો છે.
અહીંના રહેવાસી એક યુવકે રાજસ્થાનના શખ્સના લગ્ન કરાવ્યા. રાજીખુશીથી લગ્ન થયા અને દુલ્હન સાત ફેરા લઈને વરરાજાના ઘરે પહોંચી ગઈ. સુહાગરાતના દિવસે દુલ્હનનું એક મોટું રહસ્ય જાણવા મળ્યું. બંનેમાં બોલાચાલી થઈ તો દુલ્હન બાલ્કનીમાંથી ભાગી. પછી તો સાડી ખોલીને બાલ્કની દોરડું બનાવી કૂદવા લાગી. ત્યાર બાદ જે થયું તે જાણી પોલીસને પણ હોશ ઉડી ગયા
રાજસ્થાનના જોધપુર જિલ્લાના બનાડ વિસ્તારમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં બિહારની રહેવાસી એક યુવતીએ પહેલા પૈસા લઈને યુવક સાથે લગ્ન કર્યા અને પછી ભાગવા જતાં ઘાયલ થઈ જતાં પોલીસની ઝપટે ચડી ગઈ હતી. પીડિત યુવક ભરતે જણાવ્યું કે, તેના લગ્ન નહોતા થતાં. આવા સમયે પિતાએ સંબંધી નંદકિશોર સોનીને વિશ્વાસ અપાવ્યો કે સારી છોકરી સાથે લગ્ન કરાવી દેશે. ત્યાર બાદ બિહારની ૨૩ વર્ષીય સુમન પાંડેય સાથે સંબંધ નક્કી કર્યો. સંબંધ નક્કી કરવા માટે ભરત પાસેથી ૧.૭૦ લાખ રૂપિયા રોકડા અને ૧.૩૦ લાખ ઓનલાઈન એટલે કુલ ૩ લાખ રૂપિયા લઈ લીધા. આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરાવ્યા.
લગ્નના બે દિવસ બાદ જ્યારે સુહાગરાત મનાવવા માટે વરરાજો ભરત રૂમમાં ગયો ત્યારે તેને દુલ્હન સુમનની અસલી હકીકત ખબર પડી. બંને વચ્ચે બોલાચાલી થઈ, આ દરમિયાન સુમને ભરતને રૂમમાં બંધ કરી દીધો અને સાડીનું દોરડું બનાવીને બાલ્કનીમાંથી કૂદી ગઈ. નીચે તેના સાથી સંદીપ અને રવિ તેને લેવા માટે ઊભા હતા. પણ જેવું તે કૂદી કે બંને પગ ભાંગી ગયા અને તે ભાગી શકી નહીં. દેકારો થતાં ભરતના પરિવારના લોકો જાગી ગયા અને સુમનને પકડી લીધી. જ્યારે બાકીના સાથીઓ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા.
સુમનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં તે પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરતી રહી. તપાસમાં સામે આવ્યું કે, સુમન પહેલાથી પરિણીત છે. પણ કોર્ટ અને આર્ય સમાજમાં તેણે ખુદને અવિવાહિત બતાવીને નકલી દસ્તાવેજ જમા કરાવ્યા. પોલીસ પૂછપરછમાં સુમને આખી ગેંગ વિશે ખુલાસો કર્યો. આ ટોળકીમાં યુપીના કૌશાંબીનો રહેવાસી સંદીપ શર્મા, બિહારનો રવિ અને રૂબી દેવી અને જોધપુરનો નંદકિશોર સોની અને જિતેન્દ્ર સોની પણ સામેલ છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી બાકીના ફરાર આરોપીઓને શોધી રહી છે. આ ટોળકી ભોળા યુવકોને લગ્નની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હતા.(૩૮.૭)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM