<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

દિલ્હીમાં એક્ટ્રેસ હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યા: સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સ્કૂટી કાઢવાના વિવાદમાં આરોપીએ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો

નવી દિલ્હી : દક્ષિણ દિલ્હીના જંગપુરામાં પાર્કિંગ વિવાદમાં ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. સ્કૂટી કાઢવાના વિવાદમાં આરોપીએ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં હુમલાખોરો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

 

આ વિવાદમાં આરોપીએ આસિફ કુરેશી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આસિફને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. જેમાં સમગ્ર ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે. આ વીડિયોમાં બંને આરોપીઓ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા સ્પષ્ટ જોઈ શકાય છે.

 

બીજી તરફ, ઘટનાસ્થળે લોકોનું ટોળું પણ હાજર જોવા મળી રહ્યું છે. જેઓ મામલો શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આસિફની પત્ની પણ વીડિયોમાં મધ્યસ્થી કરતી જોવા મળી રહી છે. મૃતકની પત્નીએ જણાવ્યું કે, અગાઉ પણ પાર્કિંગના વિવાદને લઈને મારા પતિ સાથે ઝઘડો થયો હતો. જ્યારે મારા પતિ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પાડોશીની સ્કૂટી ઘરની સામે પાર્ક કરેલી હતી. તેણે પાડોશીને સ્કૂટી હટાવવા કહ્યું, પરંતુ સ્કૂટી હટાવવાને બદલે, પાડોશીએ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને તીક્ષ્ણ હથિયારથી તેની હત્યા કરી દીધી.

(2:09 PM IST)