હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મિલિયનેર ગીત માટે હનીસિહ મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ
પંજાબી ગાયક હની સિહ પોતાના ગીત મિલિયનેરમાં અશ્લીલ ભાષાના ઉપયોગને કારણે વિવાદમાં

નવી દિલ્હી તા.૮: પંજાબી ગાયક હની સિહ પોતાના ગીત મિલિયનેર માં અશ્લીલ ભાષાના ઉપયોગને કારણે વિવાદમાં છે. પંજાબ મહિલા આયોગે આ ઘટનાની જાતે નોંધ લીધી છે અને હની સિહને નોટિસ ફટકારી છે. આયોગે ડીજીપી ગૌરવ યાદવને પત્ર લખીને આ ગીતની તપાસની માગ કરી છે કારણ કે તેમનું માનવું છે કે ગીત મહિલાઓનું અપમાન કરે છે અને યુવાનો પર ખરાબ પ્રભાવ પાડી શકે છે.
પંજાબી ગાયક અને રેપર હની સિહ ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. આ હની સિહના ગીત મિલિયનેરને લગતું છે, જેમાં મહિલાઓ વિરુદ્ધ અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે. પંજાબ મહિલા આયોગે સુઓમોટો સંજ્ઞાન લીધું છે અને હની સિહ સામે નોટિસ જાહેર કરી છે.
પંજાબ મહિલા આયોગના અધ્યક્ષે આ મામલે ડીજીપી ગૌરવ યાદવને પત્ર લખીને ગીતની ભાષા અને કન્ટેન્ટની તપાસની માગ કરી છે.
આયોગનું કહેવું છે કે ગીતમાં વપરાયેલી ભાષા અને દ્રશ્યો મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડે છે, જેનાથી સમાજમાં ખોટો સંદેશ ફેલાય છે. આયોગનું માનવું છે કે જાહેર પ્લેટફોર્મ પર આવી ભાષા અને વિચારધારાને ફેલાવવું ખાસ કરીને યુવાનો પર ખરાબ અસર કરી શકે છે.
આ કેસમાં, કમિશને ડીજીપીને સમગ્ર મામલાની તપાસ વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા કરાવવાનો નિર્દેશ આપ્યો છે અને આ તપાસના રિપોર્ટ સાથે, હની સિહ સહિત સંબંધિત અધિકારીને ૧૧ ઓગસ્ટે સવારે ૧૧.૩૦ વાગ્યે મહિલા આયોગ સમક્ષ હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.(૩૮.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
