હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રોડ અકસ્માતમાં ઘાયલ થયા તો હોસ્પિટલમાં પૈસા નહીં માગે, ૧.૫૦ લાખ સુધીનું બિલ સરકાર ભરશે
કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સીડેન્ટ વિક્ટિમ્સ સ્કીમ ૨૦૨૫ નામથી યોજના અંતર્ગત જો કોઈ વ્યક્તિ કોઈ મોટર ગાડી, બાઈક, ટ્રક વગેરે સાથે રોડ અકસ્માતનો શિકાર થાય છે, તો તેને ૧.૫ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે

નવી દિલ્હી તા.૮: હવે રોડ અકસ્માતમાં ઘાયલ કોઈ વ્યક્તિ સારવારના અભાવમાં મૃત્યુ પામશે નહીં. જો તેને સમયસર હોસ્પિટલે પહોંચાડી દેવામાં આવે તો સરકાર ખુદ તેની સારવારનો ખર્ચો ઉઠાવશે. હવે ઘાયલોને પૈસાની ચિતા કરવાની જરૂર નથી. સરકારે કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સીડેન્ટ વિક્ટિમ્સ સ્કીમ ૨૦૨૫ નામથી એક નવી યોજના શરુ કરી છે. આ યોજના આખા દેશમાં લાગુ થઈ ગઈ છે.
આ યોજના અંતર્ગત જો કોઈ વ્યક્તિ કોઈ મોટર ગાડી, બાઈક, ટ્રક વગેરે સાથે રોડ અકસ્માતનો શિકાર થાય છે, તો તેને ૧.૫ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે. આ સુવિધા દુર્ઘટનાની તારીખથી ૭ દિવસ સુધી કોઈ પણ સરકાર દ્વારા નક્કી કરેલી હોસ્પિટલમાં ફ્રી સારવાર મળશે.
આ યોજનાનો ઉદ્દેશ્ય દુર્ઘટના બાદ તરત ઘાયલોને સારવાર મળે અને તેમનો જીવ બચાવી શકે. આ યોજના આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નથી આવતી, પણ તેનું સંચાલન નેશનલ હેલ્થ ઓથોરિટીના આઈટી પ્લેટફોર્મથી થશે. તેનાથી સારવારની પ્રક્રિયા ઝડપી, ઓનલાઈન અને કાગળની ઝંઝટ વિના થશે. સરકારે કહ્યું કે, આ યોજનાથી લોકોને ઈમરજન્સી સ્થિતિમાં આર્થિક સુરક્ષા અને સમય પર સારવાર મળશે.
જો જે વાહનથી અકસ્માત થયો છે, તે ઈન્શ્યોર્ડ છે તો તે કેસમાં વીમા કંપની સારવારનો ખર્ચો ઉઠાવશે. જો વાહન વીમા વિના ચાલે છે, તો સારવારનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. આવા ઈન્શ્યોરન્સ વિનાના કેસમાં સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૨૭૨ કરોડનું બજેટ નક્કી કર્યું છે. આ યોજનામાં દેશભરની ચિホતિ હોસ્પિટલ સામેલ કરી છે. જ્યાં ઘાયલોને તાત્કાલિક સારવાર શરુ કરી શકાશે. સરકારે એવું પણ કહ્યું કે, આ યોજનાથી સારવારમાં મોડું થશે નહીં અને સારવારમાં ભેદભાવ પણ થશે નહીં. આ જાણકારી કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં એક લેખિત જવાબ દ્વારા આપી છે.(૩૮.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
