<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

૧૭ વર્ષની છોકરીએ પૈસા માટે પોતાને વેચીઃ ૧૯ પુરુષોમાં ફેલાવ્‍યો એચઆઇવી

ઉત્તરાખંડના રામનગર શહેરમાંથી એક ચિંતાજનક કિસ્‍સો સામે આવ્‍યો

રામનગર તા.૮: ઉત્તરાખંડના રામનગર શહેરમાંથી  ડ્રગ્‍સની વ્‍યસની ૧૭ વર્ષની એક છોકરી ઝડપથી એચઆઇવીફેલાવી રહી છે. છેલ્‍લા દોઢ વર્ષમાં ઓછામાં ઓછા ૧૯ પુરુષો ણ્‍ત્‍સ્‍ થી સંક્રમિત થયા છે. આ પુરુષોને ખબર નહોતી કે તેઓ જે છોકરી સાથે સેક્‍સ કરી રહ્યા હતા તે એચઆઇવીપોઝિટિવ  છે.

એક યુવકે એકસ પર પોસ્‍ટ કરી છે, જેમાં તેણે દાવો કર્યો છે કે ભોગ બનનારમાં કેટલાક પરિણીતોના  કારણે વાયરસ તેમની પત્‍નીઓમાં ફેલાયો હતો. ઉત્તરાખંડના નૈનિતાલમાં રહેતી આ ૧૭ છોકરી ડ્રગ્‍સની વ્‍યસની હતી, અને પોતાનું વ્‍યસન પૂરું કરવા માટે, તેણે પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્‍યા.

આ કિસ્‍સો ત્‍યારે પ્રકાશમાં આવ્‍યો જ્‍યારે વિસ્‍તારના ઘણા યુવાનોએ ગંભીર સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓની ફરિયાદ કરી. તેઓએ રામ દત્ત જોશી સંયુક્‍ત હોસ્‍પિટલમાં સ્‍થિત ઇન્‍ટિગ્રેટેડ કાઉન્‍સેલિગ અને ટેસ્‍ટિંગ સેન્‍ટરનો સંપર્ક કર્યો, જ્‍યાં પરીક્ષણોમાં પુષ્ટિ મળી કે તે એચઆઇવી પોઝિટિવ છે. ત્‍યારબાદની તપાસમાં સામાન્‍ય કડી બહાર આવી.  કાઉન્‍સેલિગ દરમિયાન, એવું બહાર આવ્‍યું કે તે ઘણા મહિનાઓથી ઘણા ચેપગ્રસ્‍ત પુરુષો સાથે સેક્‍સ કરી રહી હતી.

પોસ્‍ટ ઓનલાઈન સામે આવ્‍યા પછી, સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી છે. આ ઘટનાએ ઘણા લોકોને ચોંકાવી દીધા હતા, પરંતુ ઘણા લોકોએ એ વાત પર ધ્‍યાન દોર્યું હતું કે પુરુષોએ એક સગીર સાથે સેક્‍સ કર્યું હતું, જે સજાપાત્ર ગુનો છે. એક યુઝરે ટિપ્‍પણી કરી, આમ પરિણીત પુરુષોએ તેમની પત્‍નીઓને છેતર્યા અને સગીર સાથે સેક્‍સ કર્યું. તેઓ આ સજાના હકદાર છે.

બીજાએ કહ્યું, તે પુરુષો પરિણીત હોવા છતાં, કોઈ પણ  પ્રોટેક્‍શન વિના સગીર સાથે સેક્‍સ કરવાનો વ્‍યક્‍તિગત નિર્ણય લીધો. આવા લોકો પ્રત્‍યે કોઈ સહાનુભૂતિ નથી.

આ દરમિયાન, એક યુઝરે પોતાની વાર્તા શેર કરતા કહ્યું, ‘‘બે વર્ષ પહેલાં, હું નોઈડામાં કામ કરતો હતો અને મેં મારા રૂમની બાજુમાં લગભગ ૧૬-૧૮ વર્ષની એક છોકરીને રહેતી જોઈ. તે સ્‍પષ્ટ કારણોસર દરરોજ પુરુષ મિત્રોને ફોન કરતી હતી. જ્‍યારે મકાનમાલિકને આ વાતની ખબર પડી, ત્‍યારે તેણે તેને કાઢી મૂકેલ.''

(10:33 AM IST)