હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વેનેજુએલાના રાષ્ટ્રપતિને પકડીને લાવો અને ૪૦૦ કરોડનું ઈનામ લઈને જાવ
અમેરિકા એ તેમની ધરપકડ માટે ઈનામની રકમ ડબલ કરી લાદેન પછી અમેરિકાનાં સૌથી મોટા દુશ્મન છે આ દેશના રાષ્ટ્રપતિ

વોશીંગ્ટન, તા.૮: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે ૫૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૪,૩૭,૪૪,૬૮,૫૦૦.૦૦ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જો આપણે તેને આશરે સમજીએ તો, આ રકમ ૪૦૦ કરોડથી વધુ થાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે માદુરો વિશ્વના સૌથી મોટા ડ્રગ તસ્કરોમાંનો એક છે. તેના પર ડ્રગ માફિયાઓ સાથે મળીને ફેન્ટાનાઇલ મિશ્રિત કોકેન અમેરિકા મોકલવાનો આરોપ છે, જે લોકોના જીવનને બરબાદ કરી રહ્યું છે. સમાચાર એજન્સી એપીમાં પ્રકાશિત અહેવાલ મુજબ, એટર્ની જનરલ પામ બોન્ડીએ ગુરુવારે ઈનામની જાહેરાત કરતા એક વીડિયોમાં કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતળત્વમાં, માદુરો ન્યાયથી બચી શકશે નહીં અને તેને તેના જઘન્ય ગુનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવશે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ૨૦૨૦ માં ન્યૂયોર્કની એક કોર્ટમાં માદુરો પર ગંભીર ડ્રગ હેરફેર અને નાર્કો-આતંકવાદનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે સમયે, તેમના માટે ૧૫ મિલિયન ડોલરનું ઇનામ હતું, જે બિડેન સરકારે વધારીને ૨૫ મિલિયન ડોલર કર્યું હતું. હવે ટ્રમ્પે તેને બમણું કરી દીધું છે. આ રકમ ૯/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન માટે ૨૦૦૧ માં રાખવામાં આવેલા ઇનામ જેટલી હતી.
અમેરિકાનું કહેવું છે કે માદુરો ડ્રગ કાર્ટેલ સાથે મળીને કોકેઈનની મોટી માત્રામાં દાણચોરી કરી રહ્યો છે. અમેરિકન ડ્રગ એજન્સીએ માદુરો સાથે જોડાયેલ ૭ મિલિયન ટન કોકેઈન જપ્ત કર્યું છે, જેમાં ફેન્ટાનાઇલ નામનું ખતરનાક ડ્રગ છે. આ ડ્રગ અમેરિકામાં ડ્રગનું વ્યસન વધારી રહ્યું છે. ઉપરાંત, અમેરિકાએ માદુરો સાથે જોડાયેલી ઼૭૦૦ મિલિયનની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં બે ખાનગી જેટનો પણ સમાવેશ થાય છે.
માદુરોએ ૨૦૨૪ માં વેનેઝુએલામાં ફરીથી ચૂંટણી જીતી હતી, પરંતુ અમેરિકા, યુરોપિયન યુનિયન અને ઘણા લેટિન અમેરિકન દેશોએ તેને નકલી ગણાવ્યું હતું. આ દેશોએ માદુરોના વિરોધીને વાસ્તવિક રાષ્ટ્રપતિ માન્યા હતા. હજુ પણ માદુરો સત્તામાં છે. તાજેતરમાં, એક સોદા હેઠળ, ટ્રમ્પે વેનેઝુએલામાં કેદ ૧૦ અમેરિકન કેદીઓને મુક્ત કર્યા અને બદલામાં વેનેઝુએલાથી ઘણા સ્થળાંતર કરનારાઓને અલ સાલ્વાડોર મોકલ્યા. આ ઉપરાંત, અમેરિકન તેલ કંપની શેવરોનને પણ વેનેઝુએલામાં તેલ કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી.
બૉન્ડીએ કહ્યું કે, માદુરો આતંકવાદી સંગઠન જેમ કે ટ્રેન ડે અરાગુઆ, સિનાલોઆ અને કાર્ટેલ ઑફ ધ સન સાથે મળીને અમેરિકામાં ખતરનાક નશીલા પદાર્થ અને હિંસા ફેલાવી રહ્યા છે. તે દુનિયાના સૌથી મોટા ડ્રગ ટ્રાફિકર્સમાંથી એક છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. માદુરો દુનિયાના સૌથી મોટા નાર્કો-તસ્કરોમાંથી એક છે અને તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ બની ગયો છે.
ડ્રગ એનફોર્સમેન્ટ એજન્સી એ માદુરો અને તેના સહભાગી સાથે જોડાયેલા ૩૦ ટનથી વધુના કોકીન જપ્ત કર્યા છે, જેમાં આશરે ૭ ટન ખુદ માદુરો સાથે જોડાયેલું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ ૭૦૦ મિલિયન ડૉલરથી વધુની સંપત્તિ (બે પ્રાઇવેટ જેટ અને નવ વાહન સહિત) પણ જપ્ત કરવામાં આવી છે.
બૉન્ડીએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલું કોકીન હંમેશા ફેન્ટાલિન સાથે મિશ્રિત હોય છે, જે અમેરિકામાં ઓપિઓઇડ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યું છે. આ વેનેઝુએલા અને મેક્સિકો સ્થિત ડ્રગ કાર્ટેલ્સના પ્રમુખનો આર્થિકસ્ત્રોત છે અને અમેરિકન નાગરિકની અગણિત જિંદગી તબાહ કરવા માટે જવાબદાર છે.
આ પહેલાં અમેરિકાએ માદુરોને પકડવા માટે ૨૫ મિલિયન ડૉલરના ઈનામની જાહેરાત કરી હતી. પરંતુ, હવે તેને વધારીને ૫૦ મિલિયન ડૉલર કરી દીધી છે. બૉન્ડીએ કહ્યું કે, ઈનામને વધારીને ૫૦ મિલિયન ડૉલર કરવાનો નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રનો છે, જે તેમને ન્યાયના કટઘરામાં લાવવાની દ્રઢતા દર્શાવે છે. ટ્રમ્પના નેતળત્વમાં માદુરો ન્યાયથી બચી નહીં શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
