હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પની હવા કાઢવા ભારત-ચીન-રૂસ હાથ મિલાવશે
મોદી જઈ રહયાં છે ચીનઃ પુટિન આવશે ભારતઃ ટ્રમ્પ વિરૂધ્ધ ત્રણેય દેશો બનાવશે ‘સિક્રેટ પ્લાન' : ભારત-ચીન-રૂસની ‘ત્રિપુટી' ટ્રમ્પને ભારે પડશેઃ ભારત-ચીન સંબંધો સુધરી ગયાઃ ભારત-રૂસ જુના મિત્રો છેઃ ત્રણેય દેશોની જુગલબંધી કમાલ કરવાના મુડમાં

નવી દિલ્હી, તા.૮: રશિયા સાથેના સંબંધોને કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યા પછી, વૈશ્વિક રાજદ્વારીમાં મોટા પરિવર્તનના સંકેતો છે. ચીન, ભારત અને રશિયા હવે અમેરિકાની એકપક્ષીય નીતિઓનો એકસાથે જવાબ આપવા તરફ આગળ વધી શકે છે. આ માટે, વડા પ્રધાન મોદી ટૂંક સમયમાં ચીનના તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે, જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેશે.અમેરિકા દ્વારા વેપાર પ્રતિબંધો અને ટીકા વચ્ચે, ભારત, ચીન અને રશિયાએ પરોક્ષ રીતે અમેરિકા વિરોધી વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. નિષ્ણાતો માને છે કે આ ત્રિકોણીય જોડાણમાંથી એક નવો ભૂ-રાજકીય ધ્રુવ ઉભરી શકે છે.
૨૦૨૦ના સરહદ વિવાદ પછી મોદી પહેલી વાર ચીનની મુલાકાતે આવી રહ્યા છે. અગાઉ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જૂનમાં ચીનની મુલાકાત લીધી હતી અને ચીની સમકક્ષ એડમિરલ ડોંગ જુનને મળ્યા હતા. છેલ્લા ૧૧ વર્ષમાં ભારતીય સંરક્ષણ પ્રધાનની આ પહેલી ચીનની મુલાકાત હતી. તે જ સમયે, ૧૮ ઓગસ્ટે, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ભારતની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળશે. બંને વચ્ચે સરહદ વિવાદ, કૈલાશ માનસરોવર યાત્રા અને અન્ય વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ પુતિન જુલાઈ ૨૦૨૪માં ૨૨મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન મોદીને મળ્યા હતા. હવે તેઓ ફરી ભારતની મુલાકાત લેવા જઈ રહ્યા છે. અમેરિકાની નારાજગી છતાં, ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે અને રાષ્ટ્રીય હિતમાં તેને વાજબી ઠેરવ્યું છે.
ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૨૦૨૩-૨૪માં ૬૫.૭ બિલિયન ડોલર સુધી પહોંચ્યો, જે પાછલા વર્ષ કરતાં ૩૩% વધુ છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ પણ મજબૂત છે. બંને દેશો S-૪૦૦, T-૯૦ ટેન્ક, Su-30MKI, બ્રહ્મોસ મિસાઇલો અને AK-૨૦૩ રાઇફલ્સનું ઉત્પાદન કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
રશિયા-ભારત-ચીન જૂથ, જે ૧૯૯૦ ના દાયકામાં શરૂ થયું હતું, તે છેલ્લા કેટલાક વર્ષોથી નિષ્ક્રિય હતું. પરંતુ હવે ત્રણેય દેશોમાંથી કોઈ પણ અમેરિકા સાથે સહમત નથી અને RIC ને ફરીથી સક્રિય કરવા માટે ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચીની થિંક ટેન્ક ફુદાન યુનિવર્સિટીના પ્રોફેસર શી ચાઓએ જણાવ્યું હતું કે, ત્રણેય દેશો બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના પક્ષમાં છે. હવે તેમના માટે સહયોગ વધારવાનો અને અમેરિકાની એકપક્ષીય નીતિઓનો સંતુલિત પ્રતિભાવ આપવાનો સમય આવી ગયો છે.
તે જ સમયે, વાલ્ડાઈ ચર્ચા ક્લબના ટિમોફેઈ બોર્ડાચેવે કહ્યું, RIC જૂથ ત્રણેય દેશોની વિદેશ નીતિની સ્વતંત્રતામાં અવરોધ નથી લાવતું, પરંતુ વૈશ્વિક સ્થિરતામાં ફાળો આપી શકે છે. સાઉથ ચાઇના ર્મોનિંગ પોસ્ટે તેના લેખમાં લખ્યું છે કે, RIC જૂથનું પુનરુત્થાન વૈશ્વિક દક્ષિણ માટે ફાયદાકારક હોઈ શકે છે. તે G૭ અને BRICSનો વ્યવહારુ વિકલ્પ બની શકે છે, જે વાતચીતને સંઘર્ષથી ઉપર રાખે છે.
ઇન્દ્રાણી બાગચીએ ઇકોનોમિક ટાઇમ્સમાં લખ્યું છે કે, ભારતે છેલ્લા દાયકામાં અમેરિકા અને પヘમિ સાથે ગાઢ સંબંધો બનાવ્યા છે. ચીન અને રશિયાને આ વલણ ગમ્યું નથી. ચીન ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને પヘમિી વલણ તરીકે પણ જુએ છે. તેણી માને છે કે ભારતે પહેલા તેનું સ્થાનિક અને રાજદ્વારી સંતુલન સુધારવું જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
