હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 8th August 2025
સોનુ ૧,૦૪,૩૦૦ નવી સપાટીએ આજે વધુ ૮૦૦ રૂા.નો ઉછાળો

રાજકોટ, તા., ૮ : સોનામાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૮૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવે ૧૦૪૩૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં વધુ ૮૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૦૩,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૦૪,૩૦૦ ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૮૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૦,૩પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૦,૪૩,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. અમેરીકાની ટેરીફ નીતીને પગલે સોનાના ભાવમાં ઉછાળો થઇ રહયો છે. આગામી દિવસોમાં હજુ પણ સોનામાં નવી સપાટી જોવા મળે તેવી વકી છે. ચાંદીના ભાવમાં બપોર સુધીમાં કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧કિલો)ના ભાવ ૧,૧૮,૦૦૦ રૂા.ની સપાટીએ યથાવત રહયા હતા. (૪.૩૪)
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
