હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

(મુ઼કુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૮ : ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વિડિયો-ગીત ''જય-વીરૃની જોડી'' તેમજ એક ડોકયુમેન્ટરી ''જય-વીરૃની અમર ગાથાનું રાજ્યસભા સાંસદ અને જાણીતા સિહપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ લોકાર્પણ કર્યું. આ બંને સિહોનું તાજેતરમાં અવસાન થયું છે. પરંપરાગત સંગીત અને લોકવાદ્યોની છાયામાં તૈયાર થયેલું આ ગીત ગિરના રાજા સમાન બનેલા જય-વીરુના અતૂટ બંધન, અખૂટ શકિત અને અણમોલ બંધુત્વને શ્રદ્ધાંજાલિ રૃપ છે. ગીતમાં જય અને વીરૃનો પારસ્પરિક પ્રેમ તથા તેમની જોડીને બિરદાવનારાઓની હૃદયની લાગણીઓ પ્રતિબિબિત થાય છે.
જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ આ ગીત અને ડોકયુમેન્ટરીને સ્વર આપ્યો છે. ગીત અને ડોકયુમેન્ટરીનું આલેખન જાણીતા સ્ક્રીનપ્લે લેખક અને ગીતકાર પાર્થ તારપરાએ કર્યું છે. સંગીત ભાર્ગવ અને કેદારની પ્રતિભાસભર જોડીએ તૈયાર કર્યું છે. આ જ ટીમે ''ગિર ગજવતી આવી સિહણ'' નામનું લોકપ્રિય ગીત પણ બનાવ્યું હતું.
''જય-વીરૃની અમર ગાથા'', બીજી બાજુ, સાસણ ગિરની સુંદરતા તેમજ પ્રભાવશાળી સિંહ જોડીની હાજરીએ તેને કઈ રીતે અસાધારણ બનાવતી હતી તેનું વર્ણન કરે છે. તે જય અને વીરુના અનંત બંધન અંગે પણ જણાવે છે. ''જય અને વીરૃ માત્ર સિંહ ન હતા તેઓ વફાદારી, એકતા અને મિત્રતાનું દ્રષ્ટાંત હતા. આ જોડીએ ઘણા લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે,'' તેમ શ્રી નથવાણીએ જણાવ્યું અને ઉમેર્યું કે ''આ ગીત અને ડોકયુમેન્ટરી મારા અને અનેક સિહ પ્રેમીઓનાં ભાવોને અભિવ્યકત કરે છે.'' વધુમાં, આ વર્ષના વર્લ્ડ લાયન ડે (૧૦ ઓગસ્ટ) નિમિત્તે શ્રી નથવાણીએ જય-વીરુની યાદમાં વિશિષ્ટ સ્મૃતિસભર ટી-શર્ટ્સ પણ તૈયાર કરાવ્યાં છે, જે સાસણ-ગિરની સુવેનિયર દુકાનમાં ઉપલબ્ધ છે.
ગિર અને સિહોના જતન-સંવર્ધન માટે સતત કાર્યરત શ્રી નથવાણી તેમનાં વાર્ષિક લાયન કેલેન્ડર અને સોશ્યલ મીડિયા પર ગિરના સિહો અને વન્યજીવ સૃષ્ટિ વિશેની માહિતી મૂકતા રહેવા માટે પણ જાણીતા છે. તેમણે જણાવ્યું કે ''જય-વીરૃની જોડી'' ગીત તમામ મોખરાનાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. તેઓએ ઉમેર્યું કે ''જય અને વીરૃની ગર્જના આપણી ચેતનામાં હંમેશા જીવંત રહે અને આ ગીત અને ડોકયુમેન્ટરી મારફતે હું તેમને યથાર્થ શ્રદ્ધાંજાલિ આપવા માગું છું,'' તેમણે એ પણ યાદ કર્યું કે તેઓ જય અને વીરૃના નામકરણ કરવાની પ્રક્રિયામાં પણ જોડાયેલા હતા, જેને કારણે આ શ્રદ્ધાંજાલિ વધુ લાગણીસભર બની છે.(
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM