<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

૧૮૦ દિવસમાં ૧૮૦ને મોતની સજા સઉદી અરબમાં આશ્‍ચર્યજનક ઘટના

એમ્‍નેસ્‍ટી-ઈન્‍ટરનેશનલનો ચોંકાવનારો અહેવાલ : મોટા ભાગે ‘ડ્રગ-ટ્રાફિકિં­ગ' માટે દેહાંત-દંડની સજા કરાઈ હતી, ડ્રગ-દાણચોરી માટે ‘ઈન્‍ટરનેશનલ-લો' મૃત્‍યુ દંડની સજા નકારે છે

 

રીયાધ, તા.૯: સાપરાધ-મનુષ્‍યવધ સિવાય કોઈને મૃત્‍યુ દંડ નહીં અપાય તેવા સઉદી અરબસ્‍તાનના ક્રાઉન પ્રિન્‍સ મહમ્‍મદ બિન સલમાનનાં વચન છતાં સઉદી અરબસ્‍તાનમાં મૃત્‍યુદંડની સજા  આપી રહી છે. જેમાં બહુસંખ્‍ય અપરાધીઓ નશાકારક દ્રવ્‍યોની હેરાફેરીમાં સંડોવાયેલા હતા. તે અપરાધીઓ ગરીબ દેશોમાંથી આવેલા અતિગરીબો હતા કે જેમની પાસે કાનૂની બચાવ માટે વકીલો રોકવાના પૈસા પણ ન હતા.

ઉલ્‍લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કાનૂનનો ડ્રગની દાણચોરી કે હેરાફેરી માટે દેહાંડ દંડની સજા નકારે છે. પરંતુ સઉદી અરબસ્‍તાનમાં હજીયે મધ્‍ય યુગ ૭ કાનૂનો જ અમલી રહ્યા તેથી છે. કેટલાયે ના-છૂટકે ગરીબીને લીધે ડ્રગની દાણચોરી કરે અને તેમાં પકડાય તો તેમને ફાંસીએ લટકાવવાને બદલે શિરચ્‍છેદ કરીને જ મૃત્‍યુદંડ અપાય છે. તે રીતે એક દિવસમાં ૮ અપરાધીઓનો શિરચ્‍છેદ કરવામાં આવ્‍યો હતો. કારણ સીધું અને સાદું હતું ફાંસી માટે ૮ માંચડા ક્‍યાંથી રચી શકાય. જે ૮નો શિરચ્‍છેદ કરવામાં આવ્‍યો તે પૈકી ૪ સોમાલી હતા, ૩ યુથોપિયન્‍સ હતા આ ગરીબ અપરાધીઓને તાઝિર કાનૂન નીચે મૃત્‍યુદંડ અપાયો હતો.

જુલાઈ ૨૦૨૫ માં એમ્‍નેસ્‍ટી-ઈન્‍ટરનેશનલના અહેવાલ પ્રમાણે જાન્‍યુઆરી ૨૦૧૪થી જૂન ૨૦૨૫માં ૧,૮૧૬ અપરાધીઓને મૃત્‍યુદંડ અપાયો હતો. તે દેહાંત દંડ પામેલામાં દર ત્રણમાંથી એક અફીણ, મારીજુવા, હશીશ જેવાં ડ્રગની દાણચોરી કે હેરાફેરી માટે પકડાયેલા હતા. વાસ્‍તવમાં ડ્રગ સાથે સંકળાયેલા અપરાધો માટે દેહાંત દંડની સજા ન થાય તેમ આંતરરાષ્ટ્રીય કાનૂન સ્‍પષ્ટ રીતે જણાવે છે. છતાં જેમને મૃત્‍યુદંડ અપાયો તેના આંકડા આ પ્રમાણે છે.(૪૦.૮)

(10:21 AM IST)