તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
૫ નહીં ફક્ત ૩ વર્ષમાં ડોક્ટર બનાવી રહ્યું છે અમેરિકા!
કયો કોર્ષ અને એડમિશનની પ્રોસેસ શું? કેટલીક યુનિવર્સિટીઓ ત્રણ વર્ષનો એમડી કોર્ષ પણ ચલાવે છે

ન્યુયોર્ક,તા.૦૯: અમેરિકામાં ડોક્ટર બનવું એ એક લાંબી અને ખર્ચાળ પ્રોસેસ હોય છે. ભારત કરતાં ત્યાં વિપરીત છે, ત્યાં તમે ૧૨મા ધોરણ પછી એમબીબીએસ કરીને ડોક્ટર બની શકતા નથી. સૌથી પહેલા ત્યાં ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કરવું પડે છે, પછી એમસીએટી જેવી પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. એ પછી વિદ્યાર્થીઓને 'ડોક્ટર ઑફ મેડિસિન' (એમડી) કોર્ષ માટે મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે. અમેરિકામાં એમડી કોર્ષ પૂર્ણ કરવામાં ચાર વર્ષ લાગે છે. જો કે, જો તમારી પાસે એટલો સમય ન હોય તો અહીં અન્ય વિકલ્પ પણ છે.
હકીકતમાં, અમેરિકામાં ત્રણ વર્ષમાં પણ ડોક્ટર બની શકાય છે. અહીંની કેટલીક યુનિવર્સિટીઓમાં ત્રણ વર્ષનો એમડી કોર્ષ પણ ચલાવવામાં આવે છે, જેને ફાસ્ટ-ટ્રેક પ્રોગ્રામ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં ૩ વર્ષનો પ્ઝ કોર્સ અમેરિકામાં ખૂબ જ પ્રખ્યાત બની રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ઓછા સમયમાં આખો કોર્સ શીખવવામાં આવે છે. જેથી તેમની ટ્યુશન ફી સાથે, તેઓ રેસિડેન્સીમાં પણ એડમિશન મેળવી શકે છે. જેથી તેઓ જલ્દીથી ડોક્ટર બનીને દર્દીઓની સારવાર કરવાનો વિકલ્પ પણ મળી રહે છે.
ડોક્ટરોનો અભાવઃ હાલમાં અમેરિકા ડોક્ટરોની અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં. તેને ૨૦૩૪ સુધીમાં ૧.૨૫ લાખ ડોક્ટરોની અછતનો સામનો કરવો પડશે. તેથી ૩ વર્ષનો કોર્ષ કરીને વિદ્યાર્થીઓ ઝડપથી ડોક્ટર બની શકશે.
વિદ્યાર્થી દેવું ઓછું કરવું: મેડિકલ સ્કૂલમાં અભ્યાસનો સમયગાળો ઘટાડવાથી ટ્યુશન ફી પણ ઘટે છે, જેના કારણે વિદ્યાર્થીઓનું દેવું પણ ઘટે છે અને તેઓ જલ્દીથી પોતાનું કરિયર શરુ કરી શકે છે અને તે સાથે બાકી રહેલી લોન પણ વિદ્યાર્થીઓ ઝડપી પૂરી કરી શકે છે.
શિક્ષણ સેક્ટરમાં ઇનોવેશનઃ આમાંથી મોટાભાગના પ્રોગ્રામ તબીબી શિક્ષણમાં ઇનોવેશન સાથે સંબંધિત છે. ૩ વર્ષનો એમડી પ્રોગ્રામ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે, બધી બાબતો ઓછા સમયમાં કવર કરી શકાય છે.
અમેરિકામાં અત્યારે ૩૦થી વધુ મેડિકલ સ્કૂલો ૩ વર્ષના એમડી પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, એડમિશન પહેલાં જરૂરી શરતો કાળજીપૂર્વક જાણી લેવી. સામાન્ય રીતે, અમેરિકામાં એમડી કોર્સમાં પ્રવેશ માત્ર ત્યારે જ આપવામાં આવે છે, જો વિદ્યાર્થીએ પહેલાથી જ ચાર વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ પૂર્ણ કર્યો હોય. કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરી શકાય છે. પરંતુ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જેવા વિષયોમાં ગ્રેજ્યુએશન કરવું વધુ સારું છે.(૪૦.૬)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
