તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
કુલગામમાં આતંકી હુમલામાં બે જવાન શહીદ: રક્ષાબંધનના દિવસે દેશભરમાં શોક

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના બે બહાદુર જવાનો શહીદ થયાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા નવ દિવસથી કુલગામના અખાલ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન આ અથડામણ થઈ હતી.
આતંકીઓ આ વિસ્તારમાં છેલ્લા નવ દિવસથી છુપાયેલા હતા. સુરક્ષા દળોએ તેમને ઘેરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ફાયરિંગ અને ધડાકાનો અવાજ ગુંજી ઊઠ્યો હતો.
અથડામણ દરમિયાન, ભારતીય સેનાના બે જવાનોએ દેશની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ ઉપરાંત, ગત રાત્રે પણ બે અન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરક્ષા દળોએ આતંકીઓને શોધી કાઢવા માટે ઓપરેશન વધુ સઘન બનાવ્યું છે. આતંકીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
