તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
બિહારમાં પુનૌરા ધામ ખાતે ૧૫૧ ફૂટ ઉંચુ ભવ્ય જાનકી મંદિર બનશે
૮૮૨ કરોડના ખર્ચે ૬૭ એકરમાં મંદિર પરિસરનું નિર્માણઃ અમિતભાઈના હસ્તે આધારશિલા મૂકવામાં આવી : પુનૌરા ધામને માતા સીતાનું જન્મસ્થાન માનવામાં આવે છેઃ અહીં પહેલાથી જ એક પ્રાચીન સીતા મંદિર આવેલું છેઃ મંદિર પરિસરનું નિર્માણ ૪૨ સપ્તાહમાં પૂરું થઈ જશેઃ ૧૫૧ ફૂટ ઊંચું મંદિર, પરિક્રમા પથ, સંગ્રહાલય, અને પ્રવાસીઓ માટે અન્ય સુવિધાઓ પણ વિકસાવવામાં આવશેઃ મંદિર અયોધ્યાના રામ મંદિરની તર્જ પર બનાવવામાં આવશે

બિહારઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શુક્રવારે બિહારના સીતામઢીમાં માતા જાનકીના જન્મસ્થળ પુનૌરા ધામ મંદિર પરિસરનું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ માત્ર સીતામઢી, મિથિલાંચલ કે બિહાર માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને દુનિયા માટે ખૂબ જ શુભ અવસર છે. તેમણે કહ્યું કે માતા જાનકીની જન્મભૂમિ પર જે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, તે માત્ર એક મંદિર નથી પરંતુ મિથિલાંચલ અને બિહારના ભાગ્યોદયની શરૂઆત છે.
મંદિર અને વિકાસ કાર્યો શ્રી શાહે જાહેરાત કરી કે ૬૮ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ ભવ્ય મંદિરના નિર્માણ માટે ૮૯૦ કરોડનો ખર્ચ થશે. આમાં હાલના મંદિરના જીર્ણોદ્ધાર માટે રૂ.૧૩૭ કરોડ અને પરિક્રમા પથ, ધ્યાન કેન્દ્ર, ધર્મશાળાઓ, ભોજનાલય, ચિકિત્સા સુવિધાઓ અને રામાયણની કથા દર્શાવતા ડિજિટલ પ્રદર્શન સહિતના અન્ય કાર્યો માટે રૂ.૭૨૮ કરોડનો સમાવેશ થાય છે.
આ મંદિર પુનૌરા ધામ ખાતે ૬૭ એકર જમીનમાં રૂ. ૮૮૨ કરોડના ખર્ચે બનશે. મંદિર પરિસરનું નિર્માણ ૪૨ સપ્તાહમાં પૂરું કરવાનું લક્ષ્ય છે. અહીં ૧૫૧ ફૂટ ઊંચું મંદિર, પરિક્રમા પથ, સંગ્રહાલય, અને પ્રવાસીઓ માટે અન્ય સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. આ મંદિર અયોધ્યાના રામ મંદિરની તર્જ પર બનાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે બિહારના સીતામઢી જિલ્લામાં પણ એક ભવ્ય જાનકી મંદિર બનાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સીતામઢીના પુનૌરા ધામ ખાતે આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવા માટે આધારશિલા મૂકવામાં આવી છે.
ભવ્ય મંદિર પરિસરની વિશેષતાઓઃ આ મંદિર પરિસર કુલ ૬૭ એકર જમીનમાં ફેલાયેલું હશે. પુનૌરા ધામને માતા સીતાનું જન્મસ્થાન માનવામાં આવે છે, અને અહીં પહેલાથી જ એક પ્રાચીન સીતા મંદિર આવેલું છે. આ નવા નિર્માણ પાછળ અંદાજે રૂ. ૮૮૨.૮૭ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે, બાંધકામની તમામ કામગીરી ૪૨ સપ્તાહ (લગભગ ૧૦ મહિના) માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ ભવ્ય મંદિર પરિસરમાં ૧૫૧ ફૂટ ઊંચું મુખ્ય મંદિર બનાવવામાં આવશે. આ ઉપરાંત, મંદિરની આસપાસ એક ખાસ પરિક્રમા પથ, યજ્ઞ મંડપ અને માતા જાનકી કુંડનું સૌંદર્યીકરણ પણ કરવામાં આવશે.
પ્રવાસીઓ માટે અદ્યતન સુવિધાઓઃ આ મંદિરને માત્ર પૂજા સ્થળ નહીં, પરંતુ એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પણ હેતુ છે. આ માટે મંદિર પરિસરમાં પ્રવાસીઓ માટે નીચેની સુવિધાઓ વિકસાવવામાં આવશે..
સંગ્રહાલયઃ અહીં માતા સીતા સાથે સંબંધિત ઐતિહાસિક તથ્યો, કથાઓ અને પુરાવાઓ પ્રદર્શિત કરવામાં આવશે.
ઓડિટોરિયમ અને કૈફેટેરિયાઃ પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ.
રમતનું સ્થળઃ બાળકો માટે ખાસ રમતનું મેદાન.
ધર્મશાળાઃ દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની સુવિધા.
સીતા વાટિકા અને લવ-કુશ વાટિકાઃ સુંદર બગીચાઓનું નિર્માણ.
પાર્કિગઃ વાહનો માટે પૂરતી પાર્કિગની સુવિધા.
આ સમગ્ર પ્રોજેક્ટનું મોનિટરિગ બિહાર રાજ્ય પ્રવાસન વિકાસ નિગમને સોંપવામાં આવ્યું છે.
રામ મંદિરની તર્જ પર નિર્માણઃ આ નવું જાનકી મંદિર અયોધ્યામાં બનેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરની તર્જ પર બનાવવામાં આવશે. સીતામઢી શહેરથી લગભગ ૫ કિલોમીટરના અંતરે આવેલા પુનૌરા ધામનું આ નવું સ્વરૂપ અયોધ્યાની જેમ જ દેશ અને દુનિયાના શ્રદ્ધાળુઓને આકર્ષશે તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળના જનકપુર શહેરમાં પણ એક ખૂબ જ પ્રખ્યાત જાનકી મંદિર આવેલું છે, જેને 'નૌ લખ્ખા મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મંદિર પણ મુઘલ અને હિદુ સ્થાપત્ય શૈલીના મિશ્રણ માટે જાણીતું છે. જોકે, સીતામઢીના આ નવા મંદિરને અયોધ્યાના રામ મંદિરની શૈલીમાં વિકસાવવામાં આવશે, જે તેને એક અલગ ઓળખ આપશે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
